વડોદરા લોકસભા બેઠકની મતગણતરીનું સીસીટીવીથી મોનિટરિંગ થશે, વીડિયો રેકોર્ડિંગ પણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: 23 મેના રોજ ગુરૂવારે લોકસભા ચૂંટણીની મતગણતરી થશે. જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠકનું પરિણામ સાંજ સુધીમાં આવશે.

મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સવારે 8 કલાકે વિધાનસભા પ્રમાણે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ત્યારબાદ 8:30 કલાકે ઇવીએમ કાઉન્ટીંગ શરૂ થશે. જેમાં 7 વિધાનસભા વિસ્તારો માટે અલગ અલગ મત ગણતરી ખંડમાં ગણતરી કરાશે. મતગણતરી વખતે સીસીટીવીથી મોનિટરિંગ કરાશે અને વીડિયો રેકોર્ડિંગ કરાશે. પ્રત્યેક વિધાનસભા માટે કુલ 14 ગણતરી માટેના ટેબલો તથા એક આર.ઓ ટેબલ રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયાના ઓબ્ઝર્વેશન માટે ચૂંટણી પંચ દ્વારા બે જનરલ ઓબ્ઝર્વર નિયુક્ત કરેલ છે. જેમાં એક ઓબ્ઝર્વર સાવલી તથા વાઘોડિયાનું તથા બીજા ઓબ્ઝર્વર બાકીના પાંચ વિધાનસભા માટે ગણતરી તથા સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. પરિણામની વિગત ન્યુ સુવિધા પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે. પરિણામની વિગતો ઓનલાઈન https:/results.eci.gov.in પર જોઈ શકાશે. આ ઉપરાંત મતગણતરી કેન્દ્રમાં સીપીએમએફ તથા સ્ટેટ આર્મ પોલીસ, લોકલ પોલીસનો ચૂસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...