ફિફા / અંડર-17 મહિલા વર્લ્ડ કપ અમદાવાદમાં રમાઈ શકે, ફિફાએ ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમની મુલાકાત લીધી

ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ફાઈલ તસવીર
ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ફાઈલ તસવીર

 

  • ફિફાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં સચિવ સ્તરે બેઠક યોજી હતી

DivyaBhaskar.com

May 15, 2019, 01:25 PM IST

અમદાવાદ: 2020માં ભારતમાં ફીફા અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. સુત્રો મુજબ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં પણ રમાશે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સંચાલક મંડળ FIFA સેમિફાઈનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજવા તૈયારી દર્શાવી છે. ફીફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓ મદદ કરવાની તૈયારી બતાવી હતી. અમદાવાદમાં જો આ પ્રકારનું આયોજન થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટૂર્નામેન્ટનું યજમાન બનશે.

‘ફીફા અંડર-17 વૂમન્સ વર્લ્ડ કપ માટે ફીફાના રિપ્રઝેન્ટટેટીવ ગાંધીનગરમાં સચિવ સ્તરે મિટિંગ યોજી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયાની પણ વિઝિટ કરી હતી. હાલ આ અંગે પ્રાથમિક તબક્કે વિચારણા ચાલી રહી છે. ઉચ્ચ સ્તરીય નિર્ણય લીધા બાદ આગળની વધુ કાર્યવાહી થશે’- DD કાપડિયા, સેક્રેટરી-ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટી

X
ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ફાઈલ તસવીરટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી