કોમી અથડામણ / નડિયાદ: ઠાસરાના ઢુણાદરામાં આર્મીમેનના લગ્નના વરઘોડામાં બે કોમ સામસામે, વાહનોની તોડફોડ

DivyaBhaskar

May 16, 2019, 04:01 PM IST

  • ધાર્મિક સ્થળે પાસે વરઘોડો નીકળતાં અથડામણમાં 12થી વધુને ઈજા
  • ખેડાની જિલ્લાભરની પોલીસ મોડી રાત્રે ગામમાં દોડી ગઈ

નડિયાદ: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે આર્મીમેનના લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડવાને લઈને બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અથડામણમાં આર્મીમેનના ભાઈ સહિત 12થી વધુ લોકોને ઈજા થતાં તેમને સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી બાદ પાડોશી જિલ્લામાં વધુ એક વરઘોડાના બનાવમાં હુમલો થતાં લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.
લગ્નના વરઘોડો નીકળતા ઘટના: ઢુણાદરા ગામે બુધવારની રાત્રે લગ્ન પ્રસંગ નિમિત્તે બેંગ્લુરું ખાતે આર્મીમાં ફરજ બજાવતાં અનિલ નટુભાઈ પરમારનો વરઘોડા નીકળ્યો હતો. જેમાં ધાર્મિક સ્થળ પાસે ફટાકડા ફોડવાને લઈને તકરાર થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતાં બે કોમના લોકો સામસામે આવી જતાં, તંગદિલી સર્જાઈ હતી. બે બાઇક, ટેમ્પો રીક્ષા અને બેન્ડવાજાના સાધનોની તોડફોડ કરી હતી.
જિલ્લાભરની પોલીસ ઢુણાદરામાં: ડાકોર ઉપરાંત જિલ્લાના એસપી, ડીવાયએસપી અને સીપીઆઈ સહિતનો પોલીસ કાફલો ઢુણાદરા દોડી ગયો હતો. પોલીસે ટોળાને વિખેરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે.
(તસવીર અને માહિતી: ધૃતિ મિસ્ત્રી, નડિયાદ)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી