માનવતા / ટ્યુમર પીડિત બાળકીને પોતાના હેલિકોપ્ટરમા બેસાડી હાર્દિક પટેલે દિલ્હી AIIMSમાં દાખલ કરાવી

DivyaBhaskar.com

May 11, 2019, 01:42 PM IST
tumor patiechild shifted to the AIIMS by hardik patel in helicopter

  • રાયબરેલી સોનિયા ગાંધીના પ્રચાર દરમિયાન પ્રયાગરાજમાં બનેલી ઘટના
  • પ્રિયંકા ગાંધીની સૂચનાથી હાર્દિક પટેલ અને મોહમ્મદ અજરૂદ્દીને તાત્કાલિક બાળકીને દિલ્હી લઈ ગયા

અમદાવાદ: રાયબરેલી ખાતે સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પહોંચ્યા હતા. જ્યાં પ્રિયંકા ગાંધીએ ટ્યુમરથી પીડાતી બાળકી તાત્કાલિક અસરથી દિલ્હી AIIMSમાં ખસેડવા માટેનો આદેશ કરતા હાર્દિક પટેલ અને મોહમ્મદ અજરૂદ્દીન બંને નેતાઓએ પોતાના પ્રચાર માટે ખાનગી હેલિકોપ્ટરમાં બાળકીને બેસાડી દિલ્હી AIIMSમાં દાખલ કરાવી હતી.

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલીરહ્યો છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષિકા સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રયાગરાજ ખાતે ટ્યુમરથી પીડાતી બાળકીના માતા-પિતા દીકરીના ઈલાજ માટે પ્રિયંકા ગાંધીનો સંપર્ક કર્યો હતો. બાળકીનું દર્દ જોઈનું પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયા હતા. અને બાળકીને તાત્કાલિક દિલ્હી AIIMSમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી દીધી હતી. પરંતુ પ્રયાગરાજથી દિલ્હી લઈ જવાનો પ્રશ્ન ઉભો થયો હતો. આ જ સમયે ગુજરાતના કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અને મોહમ્મદ અજરૂદ્દીન પ્રયાગરાજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. જેથી કોંગ્રેસના રાજીવ શુક્લાએ પ્રિયંકા ગાંધીના આદેશના પગલે હાર્દિક અને અજરૂદ્દીનને પોતાના હેલિકોપ્ટરમાં દીકરીને દિલ્હી લઈ જવા માટે વાત કરતા બંનેઓ દીકરી હેલિકોપ્ટરમાં બેસાડીને લઈ ગયા હતા. દિલ્હી AIIMSમાં બાળકીને તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી. જ્યાં હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

કોંગ્રેસ પ્રવક્તા જિતેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે બાળકીને તેના માતા-પિતા સાથે દિલ્હી મોકલાયા છે. તેમની સાથે મોહમ્મદ અજરૂદ્દીન અને હાર્દિક પટેલ પણ હતા. પ્રાઈવેટ હેલિકોપ્ટરમાં 6 સીટ હોવાથી રાજીવ શુક્લા શુક્રવારે રાત્રે ટ્રેનથી દિલ્હી જવા રવાના થયા હતા.

X
tumor patiechild shifted to the AIIMS by hardik patel in helicopter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી