પાણીનો હાહાકાર, ઉનાળો પુરો થવા આવ્યો ત્યારે નેતાઓને આવી પ્રજાની યાદ, લોકો ફૂવાનું ગંદુ ડહોળું પાણી પીવા મજબૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્વાંટ તાલુકાના સિંહાદા ગામે પાણીની તકલીફને લઈને ધારાસભ્ય સુખરામ રાઠવા છોટાઉદેપુર લોકસભા ઇન્ચાર્જ ભીખાભાઈ રબારીએ મુલાકાત લીધી હતી. લોકો ખાડાનું દુષિત પાણી પીવા માટે મજબુર બન્યાં - Divya Bhaskar
ક્વાંટ તાલુકાના સિંહાદા ગામે પાણીની તકલીફને લઈને ધારાસભ્ય સુખરામ રાઠવા છોટાઉદેપુર લોકસભા ઇન્ચાર્જ ભીખાભાઈ રબારીએ મુલાકાત લીધી હતી. લોકો ખાડાનું દુષિત પાણી પીવા માટે મજબુર બન્યાં
  • નેતાઓએ રાજ્યના કેટલાક ગામોની મુલાકાત લઇ પાણીની સમસ્યાઓ અંગે લોકો સાથે વાતચીત કરી હતી
  • પીવાના પાણી માટે મહિલાઓ ભરઉનાળે લાંબી લાઇનો લગાવે છે

અમદાવાદ: રાજ્યમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને ગામડાંઓમાં કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોને ટળવળવું પડે છે ત્યાં પાણીની કિંમત અમૂલ્ય છે. ઉનાળા પહેલાં પાણીની પૂરતી વ્યવસ્થા ન કરનારા નપાણીયા નેતાઓને હવે પ્રજાની યાદ આવી હોય છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ રાજ્યના કેટલાક ગામોની મુલાકાત લઇ પાણીની સમસ્યાઓ અંગે લોકો સાથે વાતચીત કરી હતી. પરંતુ હજુ પણ તંત્ર દ્વારા પીવાના પાણી મુદ્દે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. મોટાભાગના વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી માટે મહિલાઓ ભરઉનાળે લાંબી લાઇનો લગાવે છે. વારંવાર રજૂઆતો કરીને થાકેલા નગરજનો ખાડાનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. 

  • જો તમે પણ પાણી મુદ્દે ગુજરાતની ભાવિ પેઢીને તડપાવવા ન માગતા હોય તો પાણી બચાવવા માટેના તમારા સૂચન અમને નીચે આપેલા પેજ પર ક્લિક કરીને જણાવો.