વધારો / અમેરિકા અને ચીન વચ્ચે વધેલા વેપાર યુદ્ધને કારણે દાહોદમાં સ્ટાન્ડર્ડ સોનું મોંઘુ

divyabhaskar.com

May 16, 2019, 08:42 AM IST
Standard Gold Expenditures in Dahod due to increased trade war between America and China

 • 33450 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ભાવ રહ્યો : અક્ષય તૃત્યાથી જ સોનાના ભાવમાં મળી રહેલી તેજી
 • વેપારીઓ મુજબ આગામી દિવસોમાં ભાવ વધારાની સંભાવના સેવાઇ 

દાહોદ: અક્ષય તૃતિયા બાદ સોનુ સતત મોંઘુ થઇ રહ્યું છે. મંગળવારે સોનાની કિંમતમાં 300ની તેજી આવી હતી. તેનો ભાવ 33450 સુધી પહોંચી ગયો છે. સોમવારે સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ 33150 રહ્યો હતો. જ્યારે બુધવારે ભાવ 33450 ભાવ અકબંધ રહ્યો હતો. સોનાના ભાવમાં આ તેજી અક્ષય તૃતયા એટલે કે 7 મેથી શરૂ થઇ છે. સોનાનો ભાવ 32800 પ્રતિ 10 ગ્રામ હતો. જેથી લગ્ન આયોજકો અને રોકાણકારોને સસ્તુ સોનુ મળ્યુ હતું. ત્યાર બાદ તેજીને કારણે ભાવમાં સતત વધારો થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે વધેલો વ્યાપાર યુદ્ધ આ ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ વેપારીઓ કહી રહ્યા છે. ડ્યુટી વધવાને કારણે તેની અસર આંતરરાષ્ટ્રિય બજાર ઉપર થઇ રહી છે. આગામી દિવસોમાં પણ ભાવમાં તેજી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

4 માસ પહેલાં 34 હજારનો ભાવ હતો: ચાર માસ પહેલાં સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ 34 હજાર આંબી ગયો હતો.ત્યાર બાદ ભાવ ઓછા થઇને 32500 સુધી પહોંચી ગયા હતાં. અક્ષય તૃતિયા બાદ ફરીથી તેજી શરૂ થઇ છે. અત્યારે 33 હજાર પાર કરીને સોનાનો ભાવ 34 હજાર ઉપર પહોંચી ગયું છે.

X
Standard Gold Expenditures in Dahod due to increased trade war between America and China
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી