નિર્ણય / હવે ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી રિ-ટેસ્ટ આપી શકશે, 10 જૂન સુધીમાં પરીક્ષા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • વાલીઓએ રજૂઆત કરતા શિક્ષણમંત્રીએ નિર્ણય બદલ્યો
  • 15 જૂન સુધીમાં પરિણામ જાહેર કરવા શાળાઓને આદેશ
  • નવરાત્રિ વેકેશન બાદ હવે રિ-ટેસ્ટનો નિર્ણય પણ બદલાયો

DivyaBhaskar.com

May 29, 2019, 06:52 PM IST

અમદાવાદ-ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કરેલી રજૂઆત બાદ હવેથી ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11ની એપ્રિલ 2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ શાળાઓએ 10 જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે, અને તેનું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર કરવાનું રહેશે.

શૈક્ષણિક સમિતિ અને શિક્ષણમંત્રી વચ્ચે સંકલનનો અભાવ: ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શૈક્ષણિક સમિતિની બેઠકમાં બે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં શાળાઓમાં નવરાત્રિનું વેકેશન નહીં આપવાનો અને ધોરણ 9 અને 11મા રિ-ટેસ્ટ લેવા નિર્ણય કરાયો હતો. શૈક્ષણિક સમિતિ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચેના સંકલનમાં અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં લેવાતા નિર્ણય અંગે કોઈ જ સંકલન સાધવામાં નથી આવતું. જેના કારણે એક નિર્ણય લીધા બાદ ફરીથી તે નિર્ણયને બદલવાની ફરજ પડે છે. અગાઉ શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહીં આપવા અંગેની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ નિર્ણય બદલવો પડ્યો હતો. જ્યારે હવે ધોરણ 9 અને 11માં પણ રિ-ટેસ્ટ અંગેનો નિર્ણય પણ બદલવો પડ્યો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી