અમદાવાદ / STની સ્ક્રેપ થયેલી બસોમાં ‘સ્કૂલ ઓન વ્હીલ’ના ક્લાસરૂમ

School on Wheels Classroom in ST scraped buses
School on Wheels Classroom in ST scraped buses

 • રાજ્યના અંતરિયાળ તેમજ રણ વિસ્તારમાં શિક્ષણનું અભિયાન, બસમાં ઓડિયો-વીડિયો સહિતની સુવિધાઓ સમાવાઈ

DivyaBhaskar.com

May 25, 2019, 11:58 PM IST

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: રાજ્યના અંતરિયાળ, અગરિયા વિસ્તારો તેમજ રણમાં રહેતા બાળકોને શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગના સહયોગથી ગુજરાત એસટી નિગમે ‘સ્કૂલ ઓન વ્હીલ’ તૈયાર કરી છે. એન્જિન વગરની આ સ્ક્રેપ થયેલી બસનું મોડિફિકેશન કરી લગભગ 5.50 લાખના ખર્ચે એક બસ તૈયાર કરવામાં આવી છે. આ તમામ બસમાં ઓડિયો વીડિયો સહિત આધુનિક સુવિધા ફીટ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આવી 29 બસ શિક્ષણ કાર્ય માટે મૂકાશે.

એસટી નિગમના અધિકારીએ ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં સ્કૂલ નથી અથવા બાળકોને દૂર ભણવા માટે જવું પડે છે ખાસ કરીને અગરિયા વિસ્તારોમાં રહેતા બાળકો માટે આ બસો તૈયાર કરવામાં આવી છે. હાલ એસટી નિગમના વર્કશોપમાં આ બસો તૈયાર કરવામાં આવી રહી છે. બસનો બહારનો દેખાવ જોઈને જ વિદ્યાર્થીઓને ગમે તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે.

સોલર પેનલ-32 ઈંચનું LED ટીવી હશે

 • ગરમીથી બચવા 6 વોલ ફેન.
 • ઓડિયો - વીડિયો સિસ્ટમની સાથે 32 ઈંચનું એલઈડી ટીવી.
 • ડિશ એન્ટેનાની સુવિધા.
 • ઈલેક્ટ્રિક સાધનો ચલાવવા 3000 વોટની ક્ષમતાની સોલર પેનલ બસના છાપરા પર ફિટ કરાઈ.
 • વિદ્યાર્થીઓ-શિક્ષકોને ચઢવા ઉતરવા સ્લાઈડ થતાં પગથિયાં.
 • બસની અંદરની તરફ ડાબી અને જમણી બાજુ વિનાઈલ સ્ટિકરથી અલગ માહિતી પ્રદર્શિત કરતા પિન બોર્ડ.
 • બસની છત પર પેઈન્ટિંગ
 • બસમાં અરિસો તેમજ ફાયર એક્સ્ટિંગ્યુશરની વ્યવસ્થા.
 • તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા ઈમરજન્સી એક્ઝિટ.
X
School on Wheels Classroom in ST scraped buses
School on Wheels Classroom in ST scraped buses
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી