એસબીઆઇ દ્વારા ગરમીમાં ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને 100 છત્રીઓ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કાળઝાળ ગરમીમાં ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અને શહેરીજનોને ગરમીથી રાહત મળે તે માટે 100 જેટલી છત્રીઓ વડોદરા શહેર પોલીસ તંત્રને આજે આપી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, એસબીઆઇની ટીમ દ્વારા આપવામાં આવેલી છત્રીઓ શહેરના તમામ 40 ટ્રાફિક પોઇન્ટ અને ટ્રાફિક જંકશન ઉપર મૂકવામાં આવશે. છત્રીઓનો લાભ ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનોને તો મળશેજ. સાથે શહેરીજનોને પણ છત્રીઓનો લાભ મળશે. કાળઝાળ ગરમીમાં એસ.બી.આઇ. દ્વારા આપવામાં આવેલી છત્રીઓ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડના જવાનો અને શહેરીજનો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...