ગાંધીનગર / હવે અડાલજ વાવ જોવા માટે પ્રવાસીઓએ રૂ.25 ચૂકવવા પડશે

Now  people will have to pay Rs 25 to see Adalaj vav

  • ટિકિટના દર વધી જતા પ્રવાસીઓની સંખ્યા ઘટવાની શક્યતા

DivyaBhaskar.com

May 16, 2019, 04:22 PM IST

અમદાવાદ: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલી ઐતિહાસિક અડાલજની વાવ માટે હવે રૂ.25નો ખર્ચ કરવો પડશે. આ વાવમાં અનેક યાદગાર ફિલ્મોના શુટિંગ તઈ ચૂક્યાં છે. બીજી તરફ અડાલજની વાવ જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણની રાણકી વાવ પછીની બીજા નંબરની લોકપ્રિય એવી અડાલજ વાવમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે ટિકિટના દરના કારણે પ્રવાસીઓની સંખ્યામાં અસર પડે તેવી શક્યતા છે.

કેશલેસ પેમેન્ટમાં ભારતીયો-સાર્ક દેશોના લોકોએ રૂ.20 અને અન્ય દેશોના લોકોએ રૂ. 250 ચૂકવવાના રહેશે
અડાલજ વાવને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા ASIના શેડ્યુલ-Bના લિસ્ટમાં મુકવામાં આવ્યું છે. 20મેથી અડાલજ વાવને જોવા માટે ભારતીય અને સાર્ક દેશોના પ્રવાસીઓએ રૂ,25 અને અન્ય દેશોના પ્રવાસીઓએ રૂ.300 ચૂકવવા પડશે. અડાલજની વાવમાં એક ટિકિટ કાઉન્ટર મુકવામાં આવશે. વાવની આસપાસ આવેલી જાહેર સુવિધાઓ પણ સુધારવામાં આવશે. ગુજરાત ટૂરિઝમ દ્વારા એક કિઓસ્ક અને ઈન્ફોર્મેશન સેન્ટર પણ વાવના પરિસરમાં પ્રવેશ દ્વાર પાસે તૈયાર કરાશે. ભારતીય પ્રવાસીઓ જો કાર્ડથી અથવા કેશલેસ પેમેન્ટ કરે તો રૂ.20 ચાર્જ ચૂકવવાનો રહેશે, જ્યારે અન્ય દેશના પ્રવાસીઓએ રૂ.250 ચૂકવવાના રહેશે.

X
Now  people will have to pay Rs 25 to see Adalaj vav
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી