સમસ્યા / રૂપાણી સરકાર સામે રોજગારીનું સર્જન સૌથી મોટો પડકાર, રાજ્યમાં હાલ 4.93 લાખ બેરોજગારો

divyabhaskar.com

May 18, 2019, 02:35 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદઃ 23મેના રોજ લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ ગુજરાતની ભાજપ સરકાર સામે બેરોજગારોને નોકરી આપવાનો સૌથી મોટો પડકાર ઉભો થશે. જેને પગલે વિધાનસભામાં જૂન-જૂલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરતા પહેલા રાજ્યના નાણાં વિભાગે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ રાજ્ય સરકારના તમામ વિભાગો પાસેથી બોર્ડ- નિગમોમાં આઉટસોર્સથી મહેકમની અદ્યતન વિગતો સાથી પોર્ટલ ઉપર અપલોડ કરવા આદેશ કર્યો છે. હાલ સરકારી ચોપડે 4,93,068 બેરોજગારો નોંધાયેલા છે. જેથી રાજ્ય સરકાર માટે રોજગારીનું સર્જન એક મોટો પડકાર બની રહ્યો છે.

ઉદ્યોગો નહીં ખેતી ક્ષેત્રમાં જ સૌથી વધુ રોજગારીનું સર્જન

ઉદ્યોગોને આકર્ષવા યોજાતી વાઈબ્રન્ટ સમિટની ઝાકમઝોળ વચ્ચે ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં જ સૌથી વધુ રોજગારીનું સર્જન થઈ રહ્યું છે. શ્રમ અને રોજગાર વિભાગના રિપોર્ટ મુજબ, રાજ્યમાં 50 લાખથી વધારે ખેડૂતો નોંધાયેલા છે. તેમને ત્યાં ખેત મજૂરી કરનારા નાગરિકોની સંખ્યા 29,09,411 જેટલી થવા જાય છે.

પાંચ વર્ષમાં 57,920ને જ સરકારી નોકરી મળી
છેલ્લા પાંચ વર્ષમાં 3૦ સપ્ટેમ્બર 2018ની સ્થિતિએ રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર 57,920ને જ સરકારી નોકરી મળી હોવાનો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે કર્યો હતો. જો કે, તેમણે આ પાંચ વર્ષમાં પ્રાઈવેટ સેક્ટરમાં 16,94,970 યુવકોને સરકારે નોકરી અપાવ્યાનો દાવો પણ કર્યો હતો. પ્રાઈવેટ સેક્ટરમાં સરકારે અપાવેલી નોકરીની વાત કરીએ તો 16,94,970માંથી મોટાભાગના યુવકો એપ્રેન્ટીસ કે અસ્થાયી નોકરી માટે નિયુક્ત થયા હતા.


લશ્કરમાં 7,097 ગુજરાતી સફળ

સરકારે વિતેલા પાંચ વર્ષમાં 14 જેટલા લશ્કરી ભરતી મેળા યોજ્યા હતાં. જેમાં 4,39,870 યુવાનોમાંથી કસોટીને અંતે માત્ર 7,097 ગુજરાતી યુવકો જ લશ્કરી દળોમાં નોકરીને પાત્ર ઠર્યા છે.

રોજગાર વિનિયમ બ્યૂરોએ 5 વર્ષમાં 3,084ને સરકારી નોકરી અપાવી

ગુજરાતમાં બેકારોની નોંધણી અને નોકરીની વ્યવસ્થા સંભાળતા રોજગાર વિનિયમ બ્યૂરોના લાઈવ રજિસ્ટરમાં 4,68,117 હાઈ ક્વોલિફાઈડ શિક્ષિત યુવક- યુવતીઓ સહિત કુલ 4.93 લાખથી વધુ નોકરીવાંચ્છુઓ રજિસ્ટર્ડ છે. પાંચ વર્ષમાં આ બ્યુરો દ્વારા માત્ર 3,૦84 બેરોજગારો જ સરકારી નોકરી માટે પસંદ થઈ શક્યા છે.

રોજગાર વિનિમય બ્યૂરોએકયા વર્ષમાં કેટલી નોકરી અપાવી

વર્ષ નોકરી
2013-14 69
2014-15 814
2015-16 1002
2016-17 429
2017-18 770
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી