કેદારનાથ દર્શન / મોદીએ ટેકણ લાકડી લીધીઃ ટેકો લેવાની માનસિકતા બદલાઈ કે સિત્તેરના ઉંબરે ઉંમરનો તકાદો?

  • બાબા કેદારનાથના દર્શને જતી વેળાએ મોદી પહેલીવાર લાકડીના ટેકે ચાલ્યા હોય તેવા દૃશ્ય જોવા મળ્યા
  • ગુફામાં ધ્યાન ધરીને મોદીએ શક્તિસાધના કરી, પરિક્રમા વેળાએ પ્રચારનો થાક રીતસર વર્તાયો
     

DivyaBhaskar.com

May 18, 2019, 01:34 PM IST

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથની શરણમાં પહોંચી ગયા છે. ચારધામ યાત્રા પણ અત્યારે ચાલી રહી છે અને રવિવારે તેઓ બદ્રીનાથ પણ જશે. બીજીતરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાના દર્શને ગયા છે. આમ, ભાજપના બે સર્વોચ્ચ દિગ્ગજે હવે ચૂંટણી પરિણામો માટે ભગવાન ભોલેનાથનો આશરો લીધો છે. જો કે, 68 વર્ષની ઉંમરે પણ પોતાના સ્વાસ્થ્ય અને ફીટનેસ માટે જાણીતા મોદી આજે કેદારનાથ બાબાના દર્શને ગયા ત્યારે એક મોટો ફરક જોવા મળ્યો. મોદી ટેકણ લાકડીના સહારે બાબા કેદારનાથના દર્શને ગયા હતા. લોકો માટે પણ કદાચ આ પહેલીવાર એવું દૃશ્ય હતું કે મોદીએ કોઈ સ્થળે ટેકણ લાકડીનો સહારો લીધો હોય.

અગાઉની ત્રણેયમાંથી એકેય મુલાકાતમાં લાકડીનો ટેકો લીધો નહોતો: અગાઉ મોદી 2017માં 3 મે તેમજ 20 ઓક્ટોબરના રોજ અને 2018માં 7 નવેમ્બર મહિનામાં બાબા કેદારનાથના દર્શન કરવા ગયા હતા. પરંતુ આ ત્રણેય મુલાકાત દરમિયાન એકેયવાર મોદીના હાથમાં લાકડી જોવા મળી નહોતી. એટલું જ નહીં, આ વખતે મંદિરની પરિક્રમા કરતી વેળાએ તેમના ચહેરા પર ચૂંટણીપ્રચારનો થાક રીતસર જોવા મળતો હતો.

મોદીએ લાંબો ચોળો- ગળામાં રૂદ્રાક્ષની માળાઓ ધારણ કરી: અત્યાર સુધી ચૂંટણી પ્રચાર દરમિયાન સતત સાદા મોદી કૂર્તામાં દેખાતા મોદી આજે સવારે બાબા કેદારનાથના દર્શને પહોંચ્યા તો તેમનો પહેરવેશ પણ અલગ તરી આવતો હતો. કોઈ યોગીબાબાની છટામાં લાંબો ચોળો, ગળામાં મોટા રૂદ્રાક્ષની બે માળા, કેડે કસીને બાંધેલો ભગવો ખેસ, માથે ગઢવાલી ટોપી પહેરીને મોદી પહોંચ્યા હતા. આ કારણથી જ લોકોને એક મોદીના એક નવા સ્વરૂપનો પરિચય થયો હતો.

કેદારનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો રિવ્યુ કર્યો: મોદી ટેકણ લાકડીના સહારે કેદારનાથ પહોંચ્યા ત્યારબાદ તેમણે સૌથી પહેલાં તો બાબાના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ ગુફામાં તેમણે ધ્યાન પણ ધર્યું હતું અને શક્તિસાધના કરી હતી. ત્યારબાદ તેમણે કેદારનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી અને કેટલી ઝડપથી કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે તેની સમીક્ષા કરી હતી. તે વખતે તેમનો પહેરવેશ પણ ફોર્મલ જ રહ્યો હતો. આ કારણથી જ આ વખતે ચોળો ધારણ કરીને આવેલા મોદીને જોઈને સહુ ચકિત થઈ ગયા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી