એમ.એસ યુનિવર્સિટી / ઉત્તરવહી કૌભાંડમાં 4 સૂત્રધાર અને 13 વિદ્યાર્થીઓ સામે પગલાં ભરાશે

In reply to the scam, four slogans and 13 students will take action against them

divyabhaskar.com

May 17, 2019, 01:01 AM IST

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીના એસેસમેન્ટ સેલમાંથી ઉત્તરવહી બહાર કાઢીને જવાબો લખવાના ચકચારી કાંડમાં યુનિવર્સિટીએ એક સપ્તાહ બાદ તારણ પર પહોંચી છે. યુનિ.એ બનાવેલી કમીટીએ પ્રાથમીક રીપોર્ટ સત્તાધીશોને સુપ્રત્ર કર્યો છે જેના આધારે પોલીસ ફરીયાદ નોંધાશે.

રીપોર્ટમાં ઉત્તરવહી બહાર લઇ જવાર બે હંગામી પટાવાળાઓ અને બે વિદ્યાર્થીઓને મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમની સામે પોલીસ ફરીયાદ નોંધાશે. આ ઉપરાંત 13 વિદ્યાર્થીઓઓ આ કાંડમાં દોષીત હોવાનું બહાર આવ્યું છે.

ગરૂવાર 9 મેના રોજ બે હંગામી પટાવાળાઓ એસેસમેન્ટ સેલમાંથી ઉત્તરવહીઓ બહાર લઇ જતી વખતે પકડાયા હતા. ઉત્તરવહી કાંડ બહાર આવ્યા બાદ યુનિ.તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસને અરજી આપીને છૂટી ગયેલા સત્તાધીશો સામે માછલા ધોવાયા બાદ આ મામલાની ગંભીરતા તેમને સમજાઇ હતી અને તપાસ સમીતી રચીને ત્રણ દિવસના સમયમાં જ પ્રાથમીક એહવાલ તૈયાર કરી દીધો હતો.

યુનિવર્સિટી દ્વારા ઉત્તરવહી કાંડમાં બે હંગામી પટાવાળા અંકિત કણસે અને ચિરાગ વડાદરા સહિત બે વિદ્યાર્થીઓ મુખ્ય સૂત્રધાર હોવાનું રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ ચાર સામે પોલીસ ફરીયાદ થશે. આ ઉપરાંત 13 વિદ્યાર્થી દોષીત હોવાનું પણ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે. તેમની સામે પણ પગલા ભરવામાં આવશે. યુનિવર્સિટી પ્રાથમીક રીપોર્ટને શુક્રવારે સયાજીગંજ પોલીસને સોંપી દે તેવી શકયતા છે.

કેન્ટીનમાં CCTV નથી
હંગામી પટાવાળાઓ વિદ્યાર્થીને ઉત્તરવહીઓ બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં આપતા હતા. જોકે આ કેન્ટીનમાં સીસીટીવી કેમેરા ના હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. સુરક્ષાના પોકળ દાવા કરતા સત્તાધીશો 24 કલાક ચાલતી કેન્ટીનમાં સીસીટીવી કેમેરા ના હોવાની પોલ બહાર આવી હતી.

X
In reply to the scam, four slogans and 13 students will take action against them

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી