હાલાકી / 15 દિવસથી અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઈટસ 5-6 કલાક મોડી, હજૂ એક મહિનો મોડી પડી શકે

Flights to Ahmedabad Airport delayed by 5-6 hours from last 15 days, will be late for one month

  • પાકિસ્તાનની એરસ્પેસ બંધ હોવાથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના શેડ્યુલ ખોરવાયા
  • ટ્રુ જેટ એરલાઈન્સના 7 કર્મચારીઓએ સામૂહિક રાજીનામું આપ્ચું
  • દર રવિવારે રન-વે બંધ રહેતા ડોમેસ્ટિક ફ્લાઈટોમાં પણ ડખા

DivyaBhaskar.com

May 18, 2019, 05:43 PM IST

અમદાવાદ: છેલ્લા 15 દિવસથી અમદાવાદ એરપોર્ટ પર આવતી નેશનલ-ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ 5થી 6 કલાક મોડી પડી રહી છે. અને હજૂ એક મહિનો મોડી પડે તેની સંભાવના છે. અમદાવાદથી અખાતી દેશોમાં જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટો પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુદળની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનની એરસ્પેસ હજુ સુધી બંધ હોવાના કારણે મોડી પડી રહી છે. જેના કારણે અમદાવાદથી વિદેશ જતા હજારો મુસાફરોના શેડ્યુલ ખોરવાઈ ગયા છે. એર સ્ટ્રાઈકને દોઢ મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ પણ એક મહિના સુધી ફ્લાઈટો મુંબઇ અને દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલના રડારમાંથી પસાર થઇને જઇ રહી છે. ફ્લાઇટ ડાઇવર્ટ થવાના કારણે પેસેન્જરોની મુસાફરીમાં એક કલાકનો સમય વધી ગયો છે.

10 ઈન્ટરનેશનલ ફ્લાઈટ 1થી6 કલાક મોડી
ટ્રુ જેટ એરલાઈન્સના 7 કર્મચારીએ સામૂહિક રાજીનામું આપી દેતા તમામ ફ્લાઈટના શેડ્યૂલ ખોરવાઈ ગયા હતા. અમદાવાદથી પોરબંદર, જેસલમેર, ઇન્દોર, કંડલા અને ઓઝર (નાસિક) જતી ફ્લાઈટ્સ 30 મિનિટથી 2 કલાક મોડી પડી હતી. આજે પણ ટ્રુજેટની ફ્લાઈટ્સ મોડી પડી શકે છે. શુક્રવારે અમદાવાદ આવતી જતી 10 ઇન્ટરનેશનલ સહિત 27 ફ્લાઈટ્સ 1 કલાકથી 6 કલાક મોડી પડી હતી. દિલ્હીમાં વાતાવરણ ખરાબ થતાં અમદાવાદથી દિલ્હીની ઇન્ડિગોની ફ્લાઈટ લખનઉ ડાયવર્ટ કરાઈ હતી.

ડોમેસ્ટિક ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા
દર રવિવારે રન-વે બંધ હોવાથી ડોમેસ્ટિક ફ્લાઈટના શેડ્યુલ પણ ખોરવાયા છે. જેના કારણે વહેલી સવારથી દસ વાગ્યા સુધી ટેક ઓફ થતી ડોમેસ્ટીક ફ્લાઇટોના પેસેન્જરોને વહેલા એરપોર્ટ પર આવીને ચેકિંગ કરાવી લેવું પડે છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 25 મિનિટનું અંતર વધ્યું
અમદાવાદથી ટેક ઓફ થયા બાદ ફ્લાઇટોના હાલ રૂટ મુજબ મુંબઇ અને દિલ્હી એટીસીના સંપર્કમાં થઇ ઉડાન ભરી રહી છે. જેના કારણે ફ્લાઇટોના લેન્ડિંગમાં 25 મિનિટ જેટલો સમય લાગી જાય છે એટલે કે લેટ પડી રહી છે. એટલું જ નહિ કતાર, એરઇન્ડિયા અને એમિરેટસ એરલાઇન્સના એરાઇવલ ટાઇમ વચ્ચે ૨૫ મિનિટનું અંતર હોવાથી ઇન્ટરનેશનલ ર્ટિમનલ બિલ્ડીંગના એરાઇવલ હોલમાં પેસેન્જરોની ભારે ભીડ થઇ જાય છે.

છેલ્લા 15 દિવસમાં મોડી પડેલી ફ્લાઈટની વિગત

તારીખ ડોમેસ્ટિક ફ્લાઈટ ઈન્ટરનેશનલ ફ્લાઈટ કુલ
17-05-2019 18 6 24
16-05-2019 11 5 16
15-05-2019 14 3 17
14-05-2019 11 7 18
13-05-2019 5 1 6
12-05-2019 0 1 1
11-05-2019 7 5 12
09-05-2019 6 2 8
08-05-2019 9 6 15
07-05-2019 8 4 12
06-05-2019 7 2 9
05-05-2019 1 0 1
04-05-2019 15 5 20
03-05-2019 8 6 14
01-05-2019 10 2 12
X
Flights to Ahmedabad Airport delayed by 5-6 hours from last 15 days, will be late for one month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી