લોકસભા / ગુજરાતની 9 બેઠક પર કોંગી નેતાઓએ કોંગ્રેસને હરાવવા કામ કર્યું

Congress leaders in 9 seats of Congress worked to defeat Congress

  • પ્રદેશ પ્રભારીએ ઉમેદવારો પાસેથી માહિતી મેળવી
  • ચૂંટણી પછી શિસ્તભંગનાં પગલા લેવાશે

DivyaBhaskar.com

May 17, 2019, 01:37 AM IST

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સમીક્ષા હાથ ધરી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે હાથ ધરેલી સમીક્ષામાં નવ બેઠકના ઉમેદવારે કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધમાં કામ કર્યુ હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદના આધારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીના પરિણામ પછી શિસ્તભંગની કાર્યવાહી કરશે તેવું સૂત્રોનું કહેવું છે.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે વન ટુ વન બેઠક ઉમેદવારો સાથે કરી હતી. આ બેઠકમાં ઉમેદવાર પાસેથી બેઠકનું પરિણામ ઉમેદવારના મતે કેવું રહેશે ? કોંગ્રેસના કાર્યકરોની મહેનત, સ્થાનિક સંગઠનની અને નેતાઓની કામગીરી સહિતની બાબતોની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં નવ બેઠકના ઉમેદવારે ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. આથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, નવ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ જ કોંગ્રેસને હરાવવાના પ્રયાસ કર્યા હતા.

ખાતર કૌભાંડની તપાસ HCના જજને સોંપો: ધાનાણી

ડીએપી ખાતર કૌભાંડમાં હાઇકોર્ટની સીટિંગ જજને તપાસ સોંપવાની માગ મુખ્યમંત્રી સમક્ષ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને કરી છે. ધાનાણીએ જીએસએફસીના બોર્ડ ઓફ ડિરેક્ટરને હટાવવાની માગણી પણ કરી છે.

X
Congress leaders in 9 seats of Congress worked to defeat Congress
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી