વડોદરા / સ્ટર્લિંગ સહિતની કંપનીના LC મામલે ચંદા કોચરની પૂછપરછ

divyabhaskar.com

May 17, 2019, 01:16 AM IST
Chanda Kochhar's inquiry into the company's LC case involving Sterling

 

  • ઇડીએ ICICIના પૂર્વ ડાયરેકટર પાસેથી માહિતી મેળવી
  • કાર્યકાળ દરમિયાન કંપનીઓને ફાયદો કરાવ્યાનો આક્ષેપ

વડોદરા: આઈ.સી.આઈ.સી.આઈ બેંકના પૂર્વ ડાઇરેક્ટર ચંદા કોચરની એન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન લેટર ઓફ ક્રેડિટના દુરઉપોગ કર્યો હોવાની સંડોવણી બહાર આવતા સઘન પુછપરછ હાથ ધરાઇ છે.વિડિયોકોન જુથને 1,875 કરોડની લોન એલ.સીના દુરઉપયોગથી આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટર્લિંગ બાયોટેકની સેટલમેન્ટન અંગે ચકાસણી દરમિયાન કંપની દ્વારા બેંકો પાસેથી લેટર ઓફ ક્રેડિટના દુરઉપયોગથી લોન લીધી હોવાની વાત બહાર આવી હતી.તો બીજી બાજુ ગેરરીતી સામે અવાજ ઉઠાવનાર એક્ટીવીસ્ટે આઈ.સી.આઈ.સી.આઇ બેંકના પુર્વ મેનેજીંગ ડાઇરેક્ટર ચંદા કોચરને તેના કાર્યકાળ દરમિયાન વિડિયોકોન અને સ્ટર્લિંગ જુથ સહિતની અન્ય કંપનીઓને એલ.સીના માધ્યમથી ફાયદો પહોંચાડ્યા હોવાના પુરાવા તપાસ સંસ્થાને કર્યા હતા.ત્યાર બાદ ઇ.ડી દ્વારા ચંદા કોચરની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.

ચંદા કોચરના કાર્યકાળ દરમિયાન સ્ટર્લિંગ જુથની 151 કંપનીઓમાંથી કેટલીક કંપનીઓને એલ.સી ના માધ્યમથી ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તથા વિડિયોકોન કંપનીને એલ.સીના માધ્યમથી 1,875 કરોડની લોન મેળવવામાં મદદ કરી હોવાનું સુત્રએ જણાવ્યું હતું. ચંદા કોચરના પરિવારના સભ્યોની વિદેશમાં ચાલતી કંપનીઓને આડકતરી રીતે એલ.સી ના માધ્યમથી મદદ મેળવેલી કંપનીઓ દ્વારા ફાયદો કરાવવામાં અાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

X
Chanda Kochhar's inquiry into the company's LC case involving Sterling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી