કરમકુંડળી / ભંવર રાઠોરઃ સામાન્ય ડ્રોઈંગ ટીચરમાંથી ડિઝાઈન કોર્સ માટે કોચિંગના કરોડોના બિઝનેસનો આસામી

brds owner Bhanwar Rathore: started out journey with drawing teacher now kingpin of coaching institute

  • જેણે નોકરીએ રાખ્યો તેના કર્મચારીઓ પાસેથી પણ પૈસા ઉઘરાવવાની ભંવર સામે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે
  • ભંવરનો ભોગ બનેલા કહે છે, 'ધંધા માટે હરીફની કારમાં દારૂ મૂકાવવો એ તો ભંવર માટે મામૂલી વાત છે'
     

divyabhaskar.com

May 16, 2019, 07:26 PM IST

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં દારૂ મૂકીને ફસાવવાના કેસમાં મુખ્ય સૂત્રધાર અને BRDS(ભંવર રાઠોર ડિઝાઈન સ્ટૂડીયો) ભંવરસિંહ રાઠોર હજુ સુધી ફરાર છે. હાલ ભંવરસિંહ આગોતરા જામીન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યો છે. ડીઝાઇનિંગ કોલેજમાં એડમિશન લેવા માટે કોચિંગના નામે શરુ કરેલા ઇન્સ્ટિટ્યૂટનો હાલ રાફડો ફાટ્યો છે. તેમાં પણ કેટલાક ઇન્સ્ટિટ્યૂટ તો તેમને ત્યાં કોચિંગ નહી લે તો મેરિટમાં નામ નહિં આવે અને બીજે ક્યાંય એડમિશન નહીં થવા દઉં તેવી પણ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ધમકી આપતા હોવાની વાતો પણ સામે આવી રહી છે. જો કે હજૂ સુધી આ સમગ્ર રેકેટમાં વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો ખુલીને સામે આવી રહ્યા નથી.

હરીફ ડીઝાઈન ઈન્સ્ટિ.ના કોચને ખેંચવા સામ, દામ, દંડની નીતિ પણ અપનાવે
ગુજરાતમાં ડીઝાઇનિંગ કોર્સના ક્રેશ કોર્સ, કોચિંગ અને તેને સંલગ્ન સ્ટેશનરી,પીજી હોસ્ટેલ અને ગાઇડન્સ આપવાનો વાર્ષિક સરેરાશ 400 કરોડનો બિઝનેસ હોવાનું ઇન્ડસ્ટ્રીના લોકો માની રહ્યા છે. કોચિંગમાં પોતાના વિદ્યાર્થીઓને ખેંચવા માટે ગળાકાપ હરીફાઇ જામી છે. પરંતુ તેની સાથે હરીફ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોચને પોતાને ત્યાં ખેંચી લાવવા સામ,દામ, દંડ ભેદ સુધી ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો કામ કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

ભંવર હરીફ ઇન્સ્ટિટ્યૂટના માણસોને ધમકી પણ આપેઃ શૈલેષ પીઠડીયા
છેલ્લા એક દાયકામાં ડીઝાઇનિંગ કોલેજોમાં એડમિશન અપાવવા માટે બિલાડીના ટોપની જેમ કોચિંગ ક્લાસ ફૂટી નીકળ્યા છે. આ બિઝનેઝમાં પોતાના પ્રતિસ્પર્ધીને બદનામ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રકારના ષડયંત્રનો ભોગ બનેલા સ્કાયબ્લૂ ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શૈલેષ પીઠડીયાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે ભંવર રાઠોર તેમને ત્યાં કામ કરતા અગાઉના કર્મચારીને ગર્ભિત ધમકી આપીને નોકરી છોડવા કે તેને ત્યાં નોકરીએ જોડાવવા માટે મજબૂર કરતો હતો. શૈલેષ પીઠડીયાએ વધુમાં જણાવ્યું કે, હાલ તેમને ત્યાં કામ કરતા કર્મચારીને અગાઉ ભંવર રાઠોરના માણસોએ ધમકી આપીને મારમાર્યો હોવાનું પણ મને જાણવા મળ્યું છે. આ અંગે મારા કર્મચારીએ પોલીસને પણ જાણ કરી છે.

'અમારે ત્યાં આવી જા નહિં તો નોકરી છોડીને જતો રહે'
બીજી તરફ ભંવર રાઠોર અને તેના મળતીયાઓ દ્વારા આ બિઝનેસમાં નવા આવતા ખેલાડીઓને પણ ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. IQIDના સંચાલક મોહિત મંગલે DivyaBhaskarને જણાવ્યું કે, અમે પાંજરાપોળ પાસે આવેલી ઓફિસ ભાડે આપીને AFA(એકેડમી ઓફ ફેશન આર્ટ) ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઇઅપ કર્યું છે. 1 એપ્રિલે મારા મોબાઇલ પર ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. બાદમાં મને જાણ થઇ કે મેસેજ ભંવર રાઠોર તરફથી આવ્યો છે. ત્યાર બાદ 3 મેના રોજ ભંવર રાઠોરના માણસોએ AFA ફેકલ્ટીને ધમકી આપી હતી કે, અમારે ત્યાં આવી જા નહિં તો નોકરી છોડીને જતો રહે.

ભંવર રાઠોર સામે સેટેલાઈટ પોલીસમાં અરજી
આ મામલે સેક્ટર-1ના જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપીને ઇ મેલથી ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 13મેએ સેટેલાઇટ પોલીસે મારી અરજી સ્વીકારી છે. આ સંદર્ભે ગઇકાલે સેટેલાઇટ પોલીસે મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે અમે તમારુ બે દિવસમાં નિવેદન નોંધીશું. આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ મીના બા ઝાલાએ જણાવ્યું હતું કે, ભંવર રાઠોર કેસમાં મને વધુ એક અરજી મળી છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ.

કોચિંગ ક્લાસિસ અને કોલેજો વચ્ચે સેટિંગ
કરોડોનું ટર્ન ઓવર ધરાવતા ડીઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં એક કોલેજેમાં અંદાજે 200થી 250 વિદ્યાર્થીઓ એડમિશન લે છે. કેટલીક કોલેજો સાથે કેટલાક કોંચિંગ ક્લાસ તરફથી વિદ્યાર્થીઓ મળતા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ કોચિંગ ક્લાસિસની અંદાજે દોઢ લાખ જેટલી ફી છે, જ્યારે કોલેજમાં વિદ્યાર્થી દીઠ રૂ. 2.50 લાખથી 4 લાખની ફી છે. માત્ર એટલું જ નહીં, કોચિંગ ક્લાસિસ અને કોલેજો વચ્ચે પણ ગજબનું સેટિંગ ચાલે છે. કેટલાક કોચિંગ ક્લાસિસ સીધા કોલેજને વિદ્યાર્થીઓ આપવા માટે તગડી રકમ લેતા હોવાની પણ ચર્ચા ચાલે છે.

તું એમ સમજે છે કે તને NIDમાં પ્રવેશ મળી જશે?
થોડા વર્ષ અગાઉ સેટેલાઈટમાં રહેતી યુવતીએ NIDમાં પ્રવેશ મેળવવા ભંવર રાઠોરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રૂ. 35 હજારની ફિ ભરીને એડમિશન લીધું હતું. 6 મહિનામાં યુવતીને અભ્યાસ બરાબર ન લાગતા તેણે ક્લાસિસમાં જવાનુ બંધ કર્યું હતું. ત્યારબાદ તેને ક્લાસિસ તરફથી યુવતીને ફોન આવ્યો હતો કે તું ક્લાસિસમાં કેમ આવતી નથી, તું એમ સમજે છે કે તને NIDમાં પ્રવેશ મળી જશે?, તને કોણ એડમિશન આપે છે જોઈએ છીએ. આ પ્રકારની ધમકી મળતા યુવતીએ તેના પિતાને જાણ કરી હતી. ત્યાર બાદ યુવતીના પિતાએ ભંવર રાઠોરને ફોન કરીને વાત કરતા ભંવરસિંહે ઉદ્ધતાઇથી વાત કરી હતી કે, હું કમિશનરના છોકરાને ભણાવું છુ તમારે જે કરવું હોય તે કરી લો. તમારી દિકરીનું એડમિશન કઇ રીતે થાય છે?.ત્યાર બાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ભંવરરાઠોર વિરુદ્ધ વિદ્યાર્થિનીને ધમકી અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી.

ફી પરત તો ન કરી, તેના બદલે ગરીબ પરિવારની દિકરીને પણ ન ભણાવી
આ જ પ્રકારના એક કેસમાં નામ ન લખવાની શરતે એક વિદ્યાર્થીના પરિવારજને જણાવ્યું હતું કે, તેમની દિકરીએ ભંવર રાઠોરના ત્યાં એડમિશન લીધું હતું.તેમણે ફી ભરી હતી, પરંતુ તેમની દિકરીને ત્યાંનો અભ્યાસ ન ફાવતા તેમણે ત્યાં અભ્યાસ ન કરવા જણાવ્યું હતું પરંતુ ભંવર રાઠોરના કોંચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી તેને આ અંગે યોગ્ય જવાબ ન મળ્યો. બાદમાં આ પરિવારજનોએ ક્લાસિસને જણાવ્યું કે તમે અમને ફી પાછી ન આપો તો કંઇ નહિં પરંતુ એક ગરીબ પરિવારની દિકરીને તેમની દિકરીની જગ્યાએ ભણાવો. પરંતુ ક્લાસિસમાં હાજર ભંવર અને તેના મળતીયાઓએ તેમને જેમતેમ બોલવા લાગ્યા હતા. આખરે તેઓએ ત્યાંથી જતા રહેવું પડ્યું હતું.

એક સમયે ભંવર બીજાના ક્લાસિસમાં ડ્રોઈંગ શીખવતો
ભંવર રાઠોર લોકો અને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે અવાર-નવાર ફેશન શો કરતો હતો. તેમાં તે પોતાની લાઇફ સ્ટાઇલના ફોટો પણ સોશિયલ મીડીયામાં પોસ્ટ કરતો હતો. ભંવર રાઠોર ગુરુકુળ રોડ પર કોચિંગ ક્લાસમાં ડ્રોઇંગ શીખવતો હતો. ત્યાર બાદ તેણે NIFTમાં અભ્યાસ કર્યો અને પોતાના ક્લાસિસ શરુ કરી દીધા હતા. હાલ દેશભરમાં તેની 25થી વધુ બ્રાન્ચ આવેલી છે. જો તેની હરીફાઈમાં કોઈ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે તો તેને કોઈપણ પ્રકારે હેરાન કરી મૂકે છે. પૈસાના જોરે અને ધાકધમકી આપી હરીફને પાડી દેવાના કાવતરા પણ કર્યા છે.

નંબર વન બનવા માટે ભંવર સતત ગતકડાં કરતો

ભંવર રાઠોર વિશે ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીઝના લોકો કહે છે કે, તે કોઇ પણ ક્લાસિસની સામે જ પોતાના ક્લાસિસ શરુ કરીને પોતાનું માર્કેટિંગ કરીને હરીફ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને પોતાને ત્યાં લાવવા માટે ગતકડા કરે છે. તેની સાથે સાથે અન્ય ક્લાસિસના કર્મચારીઓને પોતાને ત્યાં લાવવા માટે પણ પ્રયાસો કરે છે.

મલ્ટીપલ કેસ કરી રુપિયા પડાવવા દાદાગીરી કરતોઃ જીગ્ના શાહ(રેવા ફેશન ડીઝાઈનિંગ)
ભંવર રાઠોર સાથે અગાઉ કામ કરી ચુકેલા અને રેવા ફેશન ડીઝાઇનિંગ કંપની ચલાવતા જીગ્ના શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે,ભંવર સામે ઘણા બધા કેસ છે, શું નથી? વર્ષો પહેલા તેમે ઘણું બધું કર્યું છે. તે NIFTમાં મારો જુનિયર હતો અને હું નિફ્ટની ઘણી સિનિયર છુ. પ્રોફેશનલ સંબધમાં તે મારો જુનિયર હતો. બે ત્રણ વર્ષની ટ્રેનિંગ બાદ મેં તેને મારી ફેક્ટરી સંભાળવા આપી હતી, ત્યાં પણ તેણે દાદાગીરી અને ગુંડાગર્દી કરી. તેથી મેં તેની સામે કેસ પણ કર્યા હતા. પાંચ વર્ષ સુધી તેણે મારી જિંદગી ખરાબ કરી નાંખી. મલ્ટીપલ કેસ કરીને રુપિયા પડાવવા અને દાદાગીરી કરવા લાગ્યો હતો. તેણે સમીરખાન સાથે હોસ્ટેલનુ કામ શરૂ કર્યું, તે છોકરીઓ પાસે પોર્ટફોલિયો બનાવવાના રુપિયા લે છે. તેની સામે અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. તે ડીઝાઈનર તરીકે મારી ફેક્ટરી સંભાળતો અને બાદમાં તે તેની પત્નીને લાવીને સુપરવિઝન તરીકે રાખી હતી. ત્યાર બાદ તેણે મારૂ કનેકશન બગાડ્યું હતું. બધા કારીગરો પાસેથી કમિશન ખાતો હતો. ભંવર અને તેની પત્ની અમારી પાછળ પડી ગયા હતા. રુપિયા માંગતો હતો. મેડમ રુપિયા આપ્યા નથી તેમ કહીને નાટક કરતો હતો. કેરોસિન અને માણસો લઇને આવીને ધમકી આપતો હતો.

તેના(ભંવર) માણસો હથિયારો લઇને આવતા અને ડરાવતા ધમકાવતા
એક સમયે તેની પાસે કઇં ન હતું, તે સામાન્ય ઘરમાં રહેતો હતો. ઈન્સ્ટિટ્યૂટમાં પહેલા કોર્સ ચલાવે ત્યાર બાદ કોચિંગ માટે આવતી છોકરીઓ પાસેથી 25 હજાર લઈ પોર્ટ ફોલિયો બનાવી આપે. તે ગુંડાગીરી કરે છે, કોઇ ડીઝાઇનર દારુ મુકાવવા જેવુ કામ ન કરે. રીક્ષામાં કેરોસિન અને માણસો લઇને આવ્યો હતો. તેથી મારે કેસ કરવો પડ્યો હતો. અમારે ત્યાંથી કેટલીક વસ્તુઓ લઇ ગયો હતો, જે પોલીસે અમને પાછી અપાવી હતી. તે સમયે તેના માણસો હથિયારો લઇને આવતા અને ડરાવતા ધમકાવતા હતા.

X
brds owner Bhanwar Rathore: started out journey with drawing teacher now kingpin of coaching institute

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી