અમદાવાદ / એરપોર્ટ પર ભાજપના કાર્યકરની કાર ટો થતાં ઋત્વિજ પટેલનો હંગામો

BJP leaders brought to Gujarat police, on parking issue at the airport

  • નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર હટાવવા મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ થયું
  • ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડી 600 રૂપિયાનો દંડ ભરાવડાવ્યો

divyabhaskar.com

May 17, 2019, 02:34 AM IST

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી પરત આવેલા ગુજરાત ભાજપ યુવા મોરચાના નેતા ઋત્વિજ પટેલને લેવા ગયેલી કાર એરપોર્ટ પર નો પાર્કિંગ એરિયામાં પાર્ક થતાં પોલીસે ટો કરી હતી. ગાડી ટો થયા બાદ પોલીસ સાથે નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી થતાં પોલીસે 600 રૂપિયા દંડ વસૂલ કરી કાર છોડી હતી.

ભાજપ યુવા મોરચાના નેતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી ગુરુવારે સાંજે પરત ફર્યા હતા. ત્યારે તેને લેવા કાર્યકર્તાઓએ ફોર્ચ્યુનર કાર એરપોર્ટના એરાઇવલ એરિયામાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ આ કાર ત્યાંથી હટાવવા વારંવાર જાહેરાત કરી હતી છતાં કાર્યકર્તાઓએ ધ્યાન ન દેતાં છેવટે પોલીસે કાર ટો કરાવી હતી. આ સમયે ત્યાં હાજર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક બાદ ઘર્ષણ વધ્યું હતું.

આ સમય દરમિયાન ભાજપ યુવા મોરચાના નેતા ઋત્વિજ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે પણ પોલીસ સાથે રકઝક શરૂ કરતા ઉચ્ચ અધિકારીઓને ફોન કર્યો હતો. જેના પગલે ઉચ્ચ પોસીસ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ સમયે બન્ને પક્ષે ચાલુ વિવાદ શાંત કરતા તેમણે ઋત્વિજને દંડ ભરવા જણાવ્યું હતું. જેથી તેણે 600 રૂપિયાનો દંડ ભરતા તેની ગાડી છોડવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં બે દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી હિંસામાં બંગાળ પોલીસે ભાજપ નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. બંગાળ પોલીસે કરેલા લાઠીચાર્જનો ખાર ભાજપના નેતાઓ ગુજરાત પોલીસ પર ઉતારતા હોય તેવી રીતે ઉગ્ર બોલાચાલી સાથે બબાલ કરી હતી.

X
BJP leaders brought to Gujarat police, on parking issue at the airport

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી