અમદાવાદ / રાય, પારુલ, આર.કે. સહિતની ખાનગી યુનિ.માં ચાલતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો અમાન્ય

રાય યુનિવર્સિટીની તસવીર
રાય યુનિવર્સિટીની તસવીર

  • કૃષિ યુનિ.ની કાઉન્સિલની રાય, આર.કે જેવી ખાનગી યુનિ.ઓમાં પ્રવેશ ન લેવા વિદ્યાર્થી-વાલીને સલાહ

divyabhaskar.com

May 16, 2019, 06:57 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં આવેલી રાય, પારુલ, આર.કે. સહિતની ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠેરવાયા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની રાય પારુલ આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગે 2016થી આ યુનિ.ઓને અભ્યાસક્રમો બંધ કરવા કહ્યું હતું

રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર.કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓએ બી.એસસી(એગ્રી), બી.ટેક(એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટીકલ્ચર) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કર્યા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ અને હાઈકોર્ટ ચુકાદા આપી ચૂકી છે
આ સંદર્ભે વર્ષ 2016થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટમાં એસસીએ/ એલપીએ તેમજ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા છે. જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ ન કર્યો હોવાથી તથા રાજ્ય સરકારની પણ મંજૂરી મેળવી ન હોવાથી આ અભ્યાસક્રમોને અમાન્ય ઠેરવ્યા છે.

X
રાય યુનિવર્સિટીની તસવીરરાય યુનિવર્સિટીની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી