અમદાવાદ / ટ્રુ જેટના 7 કર્મીના રાજીનામાથી ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાયા, 10 ઇન્ટ. સહિત 27 ફ્લાઈટ 6 કલાક મોડી પડી

27 flights 6 hours delayed in ahmedabad airport

  • પોરબંદર, કંડલા, ઈન્દોર ફ્લાઈટ 2 કલાક સુધી લેટ

divyabhaskar.com

May 18, 2019, 08:36 AM IST

અમદાવાદ: ટ્રુ જેટ એરલાઈન્સના 7 કર્મચારીએ સામૂહિક રાજીનામું આપી દેતા તમામ ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાઈ ગયા હતા. અમદાવાદથી પોરબંદર, જેસલમેર, ઇન્દોર, કંડલા અને ઓઝર (નાસિક) જતી ફ્લાઈટ્સ 30 મિનિટથી 2 કલાક મોડી પડી હતી. શનિવારે પણ ટ્રુજેટની ફ્લાઈટ્સ મોડી પડી શકે છે. શુક્રવારે અમદાવાદ આવતી જતી 10 ઇન્ટરનેશનલ સહિત 27 ફ્લાઈટ્સ 1 કલાકથી 6 કલાક મોડી પડી હતી. દિલ્હીમાં વાતાવરણ ખરાબ થતાં અમદાવાદથી દિલ્હીની ઇન્ડિગોની ફ્લાઈટ લખનઉ ડાયવર્ટ કરાઈ હતી.

વિવિધ એરલાઈનની આ ફ્લાઈટો મોડી પડી

ઇન્ડિગો

અમદાવાદ - દુબઈ 1.43 કલાક
અમદાવાદ - દિલ્હી 1.30 કલાક
હૈદરાબાદ - અમદાવાદ 1.11 કલાક

એમિરેટ્સ

અમદાવાદ - દુબઈ 1.32 કલાક
અમદાવાદ - દુબઈ 53 મિનિટ

ફ્લાઈ દુબઈ

અમદાવાદ - દુબઈ 2.24 કલાક
દુબઈ - અમદાવાદ 2.16 કલાક

કતાર એરવેઝ

અમદાવાદ - દોહા 1.19 કલાક
દોહા - અમદાવાદ 58 મિનિટ

ગોએર

અમદાવાદ - મુંબઈ 1.05 કલાક
દિલ્હી - અમદાવાદ 1.20 કલાક
કોલકાતા - અમદાવાદ 1.09 કલાક

સ્પાઈસ જેટ

અમદાવાદ - વારાણસી 4.00 કલાક
અમદાવાદ - પટના 3.07 કલાક
અમદાવાદ - દુબઈ 1.40 કલાક
અમદાવાદ - બેંગકોક 1.30 કલાક
બેંગકોક - અમદાવાદ 3.45 કલાક
વારાણસી - અમદાવાદ 3.30 કલાક
ચેન્નઈ - અમદાવાદ 1.32 કલાક
પટના - અમદાવાદ 3.10 કલાક
જયપુર - અમદાવાદ 1.50 કલાક
બેંગલુરુ - અમદાવાદ 5.50કલાક
X
27 flights 6 hours delayed in ahmedabad airport
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી