આગાહી / ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી વરસાદ, ચોમાસું સામાન્યથી સારું રહેશે: હવામાન વિભાગ

monsoon will be better than normal, starts from the third week of June: weather department

DivyaBhaskar.com

May 16, 2019, 04:45 PM IST

અમદાવાદ: હાલ ગુજરાતની પ્રજા પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ચોમાસુ નબળું રહે છે ત્યારે આ વખતે પણ સામાન્યથી થોડું સારું રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં પણ સરેરાશની આસપાસ વરસાદ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

આપત્તિ સામે સજ્જ રહેવા આગોતરું આયોજન
15મેના 2019ના રોજ રાજ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુખ્ય સચિવ જે.એન.સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે અલનીનો અને ઇન્ડિયન ઓસન ડાયપોલ સિસ્ટમની ચોમાસા પર અસર અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિ વખતે ઇસરોની સેટેલાઇટ ટેક્નોલોજીના ઉપયોગ ઉપરાંત NDRF, સેનાની ત્રણેય પાંખ તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવા સૂચના અપાઇ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની સમીક્ષા કરીને અગાઉના વર્ષો દરમિયાન લેવાયેલા પગલાંનો સમાવેશ કરીને પ્લાન અપડેટ કરવા સૂચના અપાઇ હતી.

X
monsoon will be better than normal, starts from the third week of June: weather department
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી