અમદાવાદ / VS હોસ્પિટલના અનેક વિભાગ બંધ કરાતા ગરીબ દર્દીઓ હવે નવી SVP હોસ્પિટલમાં જવા મજબૂર

SVP હોસ્પિટલ- ફાઈલ તસવીર
SVP હોસ્પિટલ- ફાઈલ તસવીર

  • કેસના 10 રૂપિયાની જગ્યાએ હવે 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે
  • SVP કરતાં જૂની વીએસમાં સૌથી વધુ દર્દીઓ સારવાર લે છે
  • કોંગી ધારાસભ્યે તમામ સેવાઓ ચાલુ કરવા માગણી કરી

 

DivyaBhaskar.com

May 17, 2019, 02:44 AM IST

અમદાવાદ: ગરીબ દર્દીઓને મફત અને વ્યાજબી ભાવે સારવાર મળી રહે તે માટે શરૂ કરાયેલી વીએસ હોસ્પિટલને હવે નવી હોસ્પિટલમાં શિફ્ટ કરવાને લઈ દર્દીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂની વીએસ હોસ્પિટલને બંધ કરી નવી હોસ્પિટલને ધમધમતી કરવા માટે જુનીના અનેક વિભાગોને બંધ કરી નવી SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

કાર્ડિયાક, ન્યુરો, મેડિસિન, સર્જરી જેવા વિભાગો બંધ કરી અને નવી હોસ્પિટલમાં લઈ જવાતા દર્દીઓ જે મફત સારવાર અને વ્યાજબી ભાવે સારવાર મળી રહે તે આશયથી આવે છે. જેથી તેઓને હવે મોટો ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે. રાજ્યભરમાંથી ગરીબ વ્યક્તિ વીએસ હોસ્પિટલમાં મફત સારવાર મળે તે હેતુથી આવે છે પરંતુ હવે મોટાભાગના વિભાગો નવી SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવાતા તેઓને કેસના 10 રૂપિયા ચૂકવવા પડતા હતા તેની જગ્યાએ 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક્સ રે, દવા તેમજ અન્ય સુવિધાના જે પૈસા ચૂકવવા નહોતા પડતા તેની જગ્યાએ હવે તેઓને ફરજીયાત દરેકના પૈસા ચૂકવવા પડી રહ્યા છે.

જૂની VS હોસ્પિટલમાં સર્જરી અને ICU બંધ કરાતા વિવાદ

જુની વી.એસ. હોસ્પિટલમાં હવે સર્જરી અને આઇસીસીયુ વોર્ડ પણ બંધ કરી દઇ ભાજપ સરકાર ગરીબોની હોસ્પિટલ પણ બંધ કરવા માગે છે તેવો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. તંત્રએ અગાઉ અમૃતકાર્ડ સેવા બંધ કરી દીધા બાદ વી.એસ. હોસ્પિટલ બંધ કરવા માટે વધુ પગલા લીધા છે. નવી એસવીપી હોસ્પિટલ શરૂ કર્યા બાદ તંત્ર દ્વારા સુપરસ્પેશિયાલિસ્ટ તબીબોને નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેડિકલની કોલેજોમાં મોટી કમાણી કરવા માટે નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે. 2008માં મેટની રચના કરી કોલેજ તેને સોંપી દેવામાં આવી હતી.

750 કરોડના ખર્ચે આ નવી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. કોર્પોરેટ હોસ્પિટલમાં સેવાના ભાવ ચાર ગણા રાખવામાં આવ્યા છે. જુની વી.એસ. હોસ્પિટલમાં 1600 કરતા વધારે દર્દીઓને રોજ સારવાર આપવામા આવતી હતી. તેમજ વર્ષે 25 હજાર કરતા વધારે સર્જરી થતી હતી. જોકે હાલની સરકાર દ્વારા આ હોસ્પિટલને બંધ કરવા માટેની પેરવી કરી છે.ધારાસભ્યએ માગણી કરી છેકે, વી.એસ. હોસ્પિટલમાં તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવવી જોઇએ. જુની વી.એસ. હોસ્પિટલના ઓપીડીમાં જ રોજના 1500 દર્દીઓ આવે છે ત્યારે નવી હોસ્પિટલમાં માંડ 200 જ દર્દીઓ આવે છે. ત્યારે આ અન્યાય યોગ્ય નથી.

X
SVP હોસ્પિટલ- ફાઈલ તસવીરSVP હોસ્પિટલ- ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી