અમદાવાદ / પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોતનો મામલો, યુવક પાસેથી મોબાઈલ ફોન મળ્યો

divyabhaskar.com

May 16, 2019, 12:54 PM IST
પત્રકાર ચિરાગ પટેલની ફાઈલ તસવીર
પત્રકાર ચિરાગ પટેલની ફાઈલ તસવીર

 • ચિરાગના મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડીલીટ કર્યાં હોવાથી FSLમાં મોકલ્યો
 • કઠવાડાના રહેવાસી યુવકે ચિરાગના બાઈક પર પડેલો મોબાઈલ ઉઠાવ્યો હતો
 •  મોતના બે મહિના બાદ મોબાઈલ મળ્યો

અમદાવાદઃ પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત(આત્મહત્યા કે હત્યા) મામલે હજુ પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી, ત્યારે આજે ચિરાગ પટેલનો મોબાઈલ ફોન મળી આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ એસીપી બીવી ગોહિલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચિરાગ પટેલનો મોબાઈલ ફોન મળી આવ્યો છે. કઠવાડા ગામનો રહેવાસી યુવક વહેલી સવારે ઘટનાસ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિરાગના બાઈક પર મોબાઈલ ફોન પડેલો જોતા તેણે ફોન લઈ લીધો હતો. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડીલીટ કરવામાં આવ્યો છે. ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.

મૃતદેહ બાઈકથી 50-70 મીટર દૂર પડેલો હોવા છતાં દેખાયો નહીં?
16 માર્ચની વહેલી સવારે એટલે કે બે મહિના પહેલા ચિરાગનો મૃતદેહ કઠવાડા ગામની સીમમાં ટેભલી હનુમાન પાસેના અવાવરુ સ્થળેથી મળી આવ્યો હતો. પોલીસ મુજબ, જે યુવક પાસેથી મોબાઈલ મળી આવ્યો છે તે યુવકે ચિરાગ પટેલના મૃતદેહને જોયો નહોતો, માત્ર બાઈક પર પડેલો મોબાઈલ ફોન જોતા તે લઈને જતો રહ્યો હતો. આમ ક્રાઈમ બ્રાન્ચ કહે છે કે, યુવકે મૃતદેહને જોયો નહોતો. પરંતુ સવાલ એ છે કે, ચિરાગનો મૃતદેહ બાઈકથી 50-70 મીટર દૂર સળગેલી હાલતમાં પડેલો હોવાછતાં દેખાયો નહીં?

બોડી પર પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થયોઃ પીએમ રિપોર્ટ
તાજેતરમાં પત્રકાર ચિરાગ પટેલના પીએમ રિપોર્ટ થયેલા ખુલાસા મુજબ ચિરાગ પટેલના શરીર પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસિનનો ઉપયોગ થયો હતો. તેની સાથે સાથે તેની બોડી પર કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા પણ એકત્ર કરાશે.


સોશિયલ મીડિયા પર ઝુંબેશ અને પત્રકારોએ કેન્ડલ માર્ચ કરી હતી
ચિરાગ પટેલના મોત મામલે લોકોએ ટ્વિટર પર #justiceforchirag નામથી ઝુંબેશ ચલાવી હતી. તેમજ હજારો લોકોએ ચિરાગના મોતનું રહસ્ય ઉકેલવા માંગણી કરી હતી. આ મામલે નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર ચિરાગને ન્યાય અપાવવાની માંગ કરી હતી. તેમજ અમદાવાદના પત્રકારો દ્વારા વસ્ત્રાપુર લેક પર કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

X
પત્રકાર ચિરાગ પટેલની ફાઈલ તસવીરપત્રકાર ચિરાગ પટેલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી