વડોદરા / શહેરના તબીબનું આંગળીના ટેરવે તબીબી સેવાઓ આપતું આઇ-ઓનલાઇન ડોક્ટર સ્ટાર્ટઅપ સિલિકોન વેલી પહોંચ્યું

I-Online Doctor Start-up of Silicon Valley, which offers medical services to the Doctor's Finger Terra Medical Center

  • I-Online Doctor Start-up of Silicon Valley, which offers medical services to the Doctor's Finger Terra Medical Center

divyabhaskar.com

May 14, 2019, 12:53 AM IST

વડોદરા: એમ.એસ.યુનિ.ના પુર્વ વિદ્યાર્થી દિપક પટેલનું હેલ્થ સ્ટાર્ટઅપ આઇ ઓનલાઇન ડોક્ટરને અમેરીકા સ્થિત સીલીકોન વેલીમાં યોજાયેલા ટાઇકોન-2019 મેગા ઇવેન્ટના ફાઇનલ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.સ્ટાર્ટઅપથી દર્દીઓ ડોક્ટર સાથે લાઇવ વિડિઓ કોન્ફરન્સ થી લઇને માંદગીની રજાના સર્ટિફિકેટ સુધીની તમામ સેવાઓ પ્રાપ્ત કરી શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓક્ટોબર-2018 ના રોજ વડોદરાના દિપક પટેલે આઇ ઓનલાઇન ડોક્ટર સ્ટાર્ટઅપની શરૂઆ કરી છે. અત્યાર સુધી સ્ટાર્ટઅપ સાથે 5 લાખ યુઝર્સ અને 1,300 જેટલા હેલ્થ પ્રોફેશનલ્સ જોડાઇ ચુક્યા છે.

આઇ ઓનલાઇન ડોક્ટર સ્ટાર્ટઅપના માધ્યમથી ડોક્ટર સાથે ઓનલાઇન વિડીયો કોલ, ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, દવા માટે ઇલેક્ટ્રોનીક પ્રિસ્ક્રિપ્શન, લેબોરેટરી ટેસ્ટ માટેનું પ્રિસ્ક્રિપ્શન,માંદગીની રજા માટેનું સર્ટિફિકેટ, તથા ઓનલાઇન રિપોર્ટ સાચવવા માટેની સેવાઓ આંગણીના ટેરવે ઉપલબ્ધ થાય છે.

સ્ટાર્ટઅપ અંગે વધુમાં દિપક પટેલે જણાવ્યું હતું કે, હેલ્થ સેક્ટરમાં સ્ટાર્ટઅપની વ્યાપક પ્રમાણમાં જરૂરીયાત છે. ટેલીમેડીસીન એટલેકે ટેલીફોન-મોબાઇલ ફોનના માધ્યમથી જરૂરી એવી તબિબિ માર્ગદર્શનનો વિકલ્પ પુરો પાડવો.વધુમાં દિપક પટેલે ઉમેર્યું હતું કે, હેલ્થ સેક્ટરમાં સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા તેના તમામ પાસાઓને બારીકાઇ પુર્વક સમજવું જરૂરી છે. જરૂરી સર્ટિફિકેટ તથા લાયસન્સની જાણકારી હોવી જોઇએ.

વિદેશના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે કન્સલ્ટેશન શક્ય
આઇ ઓનલાઈન ડોક્ટર એપ્લીકેશનમાં ડોક્ટરના કન્સલ્ટેશન માટે સ્થાનિક, ઇન્ટરનેશનલ તથા સ્પેશીયાલિસ્ટ અામ ત્રણ કેટેગરી બનાવી છે.જરૂરીયાત મુજબ ગ્રાહક એપ્લીકેશનના માધ્યમથી ડોક્ટરન સાથે ઓનલાઇન કન્સલ્ટેશન કરવું શક્ય બન્યું છે. સેકન્ટ ઓપીનીયન, એટલે કે રિપોર્ટ પરથી સારવાર માટે બીજા ડોક્ટરનો મત લેવા માટેની વિશેષ કેટેગરી પણ છે.

સ્ટાર્ટઅપને અમેરિકામાં ટોપ-10 લિસ્ટમાં સમાવેશ
દિપક પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા આઇ-ઓનલાઇન ડોક્ટર સ્ટાર્ટઅપને અમેરીકામાં પણ પ્રસિદ્ધિ અપાઇછે.અમેરીકાની ઇન્સાઇટ કેર મેગેઝીન દ્વારા ટોપ-10 ટેલીહેલ્થ સોલ્યુશન પ્રોવાઇડર માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું.જેમાં આઇ-ઓનલાઇન ડોક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

X
I-Online Doctor Start-up of Silicon Valley, which offers medical services to the Doctor's Finger Terra Medical Center
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી