ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં મહિલા વિંગના ચેરમેન હોદ્દાના દુરુપયોગ બદલ ટર્મિનેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિની મુલાકાત વખતે પરિવારના સભ્યની ચેમ્બરના સભ્ય તરીકે  ઓળખ આપી હતી : તપાસ કમિટીના રિપોર્ટ પછી કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વિંગના ચેરમેન હેમલતા ભૂતાને હોદા પરથી તાત્કાલિક દૂર કરાયા છે.  પોતાના સંબંધીઓને ચેમ્બરના સભ્ય હોવાનું કહીને રાષ્ટ્રપતિની મુલાકાત કરાવી હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદથી રાજીનામું લઇ લેવાયું છે.

આ કિસ્સામાં ચેમ્બરની ઇન્ટર્નલ કમિટીએ તપાસ હાથ ધર્યા પછી હેમલતા ભૂતાને ટર્મિનેટ કરવાનો પ્રેસિડેન્ટ જૈમિન વસાએ નિર્ણય લીધો છે. આ અંગેની ફરિયાદમાં વધુ તપાસ હાથ ધરવા ત્રણ સભ્યોની તપાસ કમિટી નીમવામાં આવી હતી.તાજેતરમાં ચેમ્બરનું એક ડેલિગેશન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળા હેમલતા ભૂતાને દિલ્હીમાં રહેતા પોતાના મહિલા સંબંધીને પણ સાથે લઇ ગયા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન હેમલતા ભૂતાને પોતાના સંબંધીનો પરિચય ચેમ્બરના એક સભ્ય તરીકે આપ્યો હતો.

આ પ્રકારે ચેમ્બરના મહિલા સભ્યને પડતા મૂકીને તેમના સ્થાને પોતાના સંબંધીને લઇ જઇને ચેમ્બરના સભ્ય તરીકે પરિચય આપવા અંગે મહિલા વિંગના સભ્ય નિમિતા દેસાઇએ ચેમ્બરના હોદેદારોને ફરિયાદ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવા માટે ત્રણ સભ્યોની એક્સટર્નલ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીના નિર્ણય બાદ ચેમ્બરના પ્રમુખ જૈમિન વસાએ તાત્કાલિક  હેમલતા ભૂતાને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.