અકસ્માત / અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા 4ના મોત, એક ગંભીર

DivyaBhaskar.com

May 10, 2019, 02:58 PM IST

  • પાંચેય યુવક મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં જઈ રહ્યાં હતા
  • ઓવરસ્પીડ કાર રેલિંગ તોડીને હાઈવે પરથી નીચે ખાબકી
  • અકસ્માતનો ભોગ બનેલા યુવક મુંબઈમાં બિઝનેસ કરતા હતા

નડિયાદ: અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવેના ફતેહપુરા નજીક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા 4ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત અને મૃતકોને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કાર બ્રિજથી 20 ફૂટ નીચે ખાબકી: મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પાંચેય યુવક મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. કાર (સ્વીફ્ટ ડીઝાયર- MH-04-DN-9975)એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર પાંચમાંથી ચારના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકો મુંબઈમાં બિઝનેસ કરતા હતા.

મૃતક-ઈજાગ્રસ્તનું નામ
1. બળવંત નાઈ
2. નારાયણ પુરોહિત
3. ઈશ્વર
4. હરજીવન
5. નારાયણ પુરોહિત (ઘાયલ)

(તસવીર અને અહેવાલ- દીપક જોશી, નડિયાદ)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી