બેદરકારી / ઉમરેઠ સીએચસી કેન્દ્રમાં એક્સપાયરી ડેટની દવાઓ સ્ટોરમાં અને ઈન્જેક્શન કચરાપેટીમાંથી મળ્યાં

divyabhaskar.com

May 15, 2019, 03:40 PM IST

 • જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે સીએચસી કેન્દ્રની મુલાકાત લીધી
 • ડોક્ટર સહિત સ્ટાફ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે

આણંદ: આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે ઉમરેઠ સીએચસી કેન્દ્રની મુલાકાત લેતાં જ ચોંકી ઉઠ્યા હતા. કચરાપેટીમાંથી 2019ની દવાઓ અને ઈન્જેક્શનો અને દવાના કબાટમાંથી એક્સપાયર ડેટની દવાઓનો જથ્થો મળી આવતાં સ્થાનિક મેડીકલ ઓફિસર સહિત સ્ટાફની જાટકણી કરી હતી. ડીડીઓએ મુલાકાત લેતાં સવારે સીએચસી કેન્દ્ર ડોક્ટર ફાર્મસી સહિતનો સ્ટાફ ગેરહાજર રહ્યો હતો. જેથી તેઓએ ડોક્ટર સહિત સ્ટાફ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને તેઓને નોટીસ પણ પાઠવવામાં આવશે. ફાર્મસીની બેદરકારી બહાર આવી હોવાનું જણાયું હતું.

એક્સપાયરી ડેટની દવાઓ સ્ટોરમાંથી મળી: ઉમરેઠ સીએચસી કેન્દ્રમાં આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે ઓંચીતી મુલાકાત લીધી હતી. તેઓ સીએચસી કેન્દ્ર ઉપર પહોંચ્યા ત્યારે ડોક્ટર સહિતનો સ્ટાફ ગેરહાજર હતો. તેમાં જ સીએચસી કેન્દ્રની કચરાપેટીમાંથી 2019ની નવી દવાઓ અને ઈન્જેક્શનો મળી આવ્યા હતા. જ્યારે એક્સપાયરી ડેટની દવાઓ અને ઈન્જેક્શનોનો જથ્થો ફાર્મસીના સ્ટોરમાંથી મળ્યો હતો. આમ ઉમરેઠ સીએચસી કેન્દ્રની લાલીયાવાડી જાઈને ડીડીઓ લાલઘુમ થઈ ગયા હતા અને તાત્કાલિક તમામ સ્ટાફને બોલાવી સ્થળ ઉપર જ જાટકણી કાઢી હતી અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીડીઓએ જણાવ્યું હતું.

સરકારની મફત સારવાર યોજનાનો લાભ મળતો નથી: રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી યોજના હેઠળ જનતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સીએચસી કેન્દ્રમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ પુરતો સ્ટાફ ફાળવવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારની ગરીબ પ્રજાને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સરકારી બાબુઓ સીએચસી કે પીએચસી કેન્દ્રમાં સરકારી જમાઈ હોય તેમ વર્તીને બેદરકારી દાખવી રહ્યા છે. તેમજ ડોક્ટર તથા જરૂરી સ્ટાફ અવાર નવાર ગેરહાજર રહેતો હોવાથી ગ્રામ્ય વિસ્તારની જનતાને સરકારની મફત સારવાર યોજનાનો લાભ મળતો નથી. જેના કારણે ગરીબ દર્દીઓની જાન જાખમમાં મુકાય છે. તો વળી કેટલાક કેન્દ્રોમાં તો ભારે લાલીયાવાડી ચાલતી હોય છે. સરકારી દવાઓનો નવો જથ્થો સગેવગે કરીને એક્સપાયર ડેટની દવાઓ પણ દર્દીઓને અપાતી હોય છે. આમ સરકારીબાબુઓની બેદરકારીને કારણે સરકારી યોજનાઓ ઉપર પાણી ફરી વળતું હોય છે.

દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં હોય છે કે નહી તેની તપાસ: આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ તથા તેમની ટીમ અવાર નવાર જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સીએચસી કેન્દ્ર ઉપર મુલાકાત લઈ ત્યાં દર્દીઓની યોગ્ય રીતે સારવાર થાય છે કે કેમ તેમજ સ્ટાફ હાજર રહે છે કે નહી તેમજ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં હોય છે કે નહી વગેરેની તપાસ કરતા હોય છે. આજે સવારે પણ ડીડીઓ પોતાની ટીમ સાથે ઉમરેઠ સીએચસી કેન્દ્રમાં પહોંચી ગયા હતા. તેઓએ સીએચસી કેન્દ્રમાં પહોંચતા જ દર્દીઓની લાઈન હતી પરંતુ સીએચસી કેન્દ્રના ડોક્ટર તથા ફાર્મસી સહિતનો સ્ટાફ હજુ સુધી કેન્દ્ર ઉપર પહોંચ્યો નહોતો.

ઈન્જેક્શન કચરાપેટીમાંથી મળ્યાં: દવાખાનાની મુલાકાત લેતાં એક્સપાયરી ડેટની દવાઓ પણ ફાર્મસી સ્ટોરમાંથી મળી આવી હતી તેમજ 2019ની સારી દવાઓનો જથ્થો તથી ઈન્જેક્શનો કચરાપેટીમાંથી મળી આવતાં સીએચસી કેન્દ્રની લાલીયાવાડી જાઈને ડીડીઓ લાલઘુમ થઈ ગયા હતા. અને તેઓએ તાત્કાલિક તમામ સ્ટાફને બોલાવ્યો હતો અને સ્થળ પર જ ખખડાવ્યા હતા અને બેદરકારી દાખવવા બદલ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું અને સીએચસી કેન્દ્રનો રીપોર્ટ તૈયાર કરીને ઉપર મોકલવામાં આવશે તેમ આમ ડીડીઓની અચાનક મુલાકાતને પગલે સીએચસી કેન્દ્રનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. જાકે દર્દીઓ કે ઉમરેઠની જનતાએ ડીડીઓની કામગીરીને બીરદાવી હતી.

(અહેવાલ - કલ્પેશ પટેલ, આણંદ)

X
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી