પ્રોજેક્ટ પરિપૂર્ણ / દિપક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી મહિલાઓ સંચાલિત કંપની દ્વારા ઇન્સટન્ટ ખીચડી બજારમાં મૂકાઇ

divyabhaskar.com

May 17, 2019, 11:42 AM IST
Deepak Foundation launches instant Khichdi by women operated company

  • પ્રોટિનયુક્ત આ ખીચડીની કુપોષણ નિવારણ માટે લાભદાયી

વડોદરા: આદિવાસી વિસ્તારોમાં કામ કરતા દિપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ પરિપૂર્ણ દ્વારા આદિવાસી મહિલાઓ સંચાલિત કંપની અતંર્ગત ધ ઇન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ હેઠળ ઇન્સટન્ટ ખીચડી બજારમાં મૂકવામાં આવી છે. માત્ર 8 મિનીટમાં તૈયાર થતી ખીચડી 5 ફ્લેવરમાં બનાવવામાં આવી છે. આ ઇન્સટન્ટ ખીચડીને બજારમાંથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.

તુવેર, અડદ, ચણા, મગ જેવા પાકના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળશે
દિપક નાઇટ્રેટ કંપની દ્વારા સંચાલિત દિપક ફાઉન્ડેશનના ડાયરેક્ટર અર્ચના જોષી અને ડે. ડાયરેક્ટર જઇ પવારે ઇન્સટન્ટ ખીચડી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાની આદિવાસી ખેડૂત મહિલાઓની કાયમી આજીવિકા ઉભી થાય તે માટે નસવાડી ખાતે ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રૂપિયા 1.35 કરોડના ખર્ચે કંપની શરૂ કરવામાં આવી છે. આ કંપની શરૂ થતાં આદિવાસી વિસ્તારમાં ઉત્પાદીત થતા તુવેર, અડદ, ચણા, મગ જેવા પાકના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળશે.

કંપનીમાં ત્રણ શિફ્ટમાં 24 મહિલાઓ કામ કરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કંપનીમાં ત્રણ શિફ્ટમાં 24 મહિલાઓ કામ કરે છે. અને ઇન્સટન્ટ ખીચડીનું ઉત્પાદન કરે છે. આ કંપનીમાં આદિવાસી મહિલાઓનું જ બોર્ડ બનાવવામાં આવ્યું છે. અને કંપનીમાં 1 હજાર શેર હોલ્ડર સભ્યો બનાવવામાં આવ્યા છે. આદિવાસી મહિલાઓ દ્વારા જ તુવેર, મગ, ચણા, અડદ અને ફોતરા મગમાંથી તૈયાર થતી ખીચડીનું માર્કેટીંગ કરવામાં આવે છે. આદિવાસી મહિલાઓને ઇન્સટન્ટ ખીચડી માટેની તેમજ માર્કેટીંગ માટેની તાલીમ પણ આપવામાં આવી છે.

મહિલાઓને આજીવિકા પૂરી પાડતો ઇન્સટન્ટ ખીચડીનો ફાઉન્ડેશનનો પ્રથમ પ્રોજેક્ટ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નસવાડી તાલુકાની ખેડૂત મહિલાઓને આજીવિકા પૂરી પાડતો ઇન્સટન્ટ ખીચડીનો ફાઉન્ડેશનનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેકટની સફળતા બાદ અન્ય આદિવાસી તાલુકાઓમાં શરૂ કરવામાં આવશે. ઇન્સટન્ટ ખીચડીના આ પ્રોજેક્ટને મિલેનિયમ અલાયન્સ રાઉન્ડ-4નો ઇનોવેશન એવોર્ડ મળ્યો છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા આદિવાસી મહિલાઓને ટેકનોલોજી ટ્રાન્સફર માટે તાલીમ પ્રકલ્પ પણ એનાયત થયેલ છે.

X
Deepak Foundation launches instant Khichdi by women operated company
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી