વડોદરાની વિશ્વામીત્રી નદી પર કચરો નાખનારને પકડવા મુકાયેલો સીસીટીવી ચોરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી કેમેરાની ચોરી થતાં લોકોમાં ચર્ચાસ્પદ મુદ્દો બન્યો - Divya Bhaskar
સીસીટીવી કેમેરાની ચોરી થતાં લોકોમાં ચર્ચાસ્પદ મુદ્દો બન્યો
  • નદીમા નખાતા કચરા માટે સીસીટીવી હતો
  • 25 હજારનો કેમેરો રાત્રે ચોરાઈ ગયો

વડોદરાઃશહેરના નાગરવાડા ચાર રસ્તા-બહુચરાજી રોડ ઉપરથી વિશ્વામીત્રી નદી પસાર થાય છે. આ નદીમાં માસ-મટન અને કચરો ઠલવાતો હતો. નદીમાં કચરો ઠાલવતા લોકોને અટકાવવા અને કચરો નાંખનારા વ્યક્તિઓને ઝડપી પાડી તેઓ સામે કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન દ્વારા સી.સી. ટી.વી. કેમેરો લગાવવામાં આવ્યો હતો. ઓન લાઇન સર્વર સાથે કનેક્ટ કરાયેલ રૂપિયા 25 હજારની કિંમતનો કેમેરો રાત્રી દરમિયાન કોઇ ચોરી ગયું હતું. આજે સવારે સી.સી. ટી.વી. કેમેરો ચોરાયો હોવાની જાણ કોર્પોરેશનને થતાં કોર્પોરેશને અજાણ્યા વ્યક્તિ સામે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ લગાવેલા કેમેરાઓ પૈકી પ્રથમ કેમેરા ચોરીની બનેલી આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.