સુરત અગ્નિકાંડ / સોશિયલ મીડિયામાં ફિટકાર, કાપડના શહેરમાં કોઈ કાપડ પાથરી ઉભું ન રહી શક્યું , આ તે કેવુ જગ!

સુરત અગ્નિકાંડ સમયની તસવીર
સુરત અગ્નિકાંડ સમયની તસવીર

  • અમારે સબસિડી નથી જોઈતી સાહેબ..
  • પણ માસુમોને બચાવી શકાય તેવી સીડી લાવો પહેલાં...
  • આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા..પણ ચોથા માળ સુધી ના પહોંચી શક્યા

divyabhaskar.com

May 25, 2019, 06:14 PM IST

અમદાવાદઃ સુરતના સરથાણામાં થયેલા અગ્નિકાંડમાં 23 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ટ્યુશન ક્લાસમાં આગ ફાટી નીકળી ત્યારે ફાયર ફાઈટર ઘટના સ્થળે તો પહોંચ્યું હતું, પરંતુ તેમની પાસે પુરતાં સાધનો નહોતા. તેમાં પણ ફાયર બ્રિગેડ પાસે પહેલા માળ સુધી પહોંચે એવડી પણ સીડી નહોતી. આ ઘટનાને લઈ સોશિયલ મીડિયામાં સરકાર અને તંત્ર સાથે ફિટકાર વરસસ્યો હતો. કાપડના શહેરમાં કોઈ કાપડ પાથરી ઉભું ન રહી શક્યું, આતે કેવું જગ માનવીનું! જ્યાં મોબાઈલના કેમેરા ચાલુ હતા કે એ જોવા બાળકોના કુદતા શરીર

વીડિયો ઉતાર્યાં પણ ઝીલવા કોઈ ના આવ્યું
એક વાત સમજાતી નથી, મેં સુરતની ઘટનાના વીડિયો જોયા....આગ લાગ્યા પછી થોડો સમય તો થયો હશે પ્રસરતા.
આટલી બધી વસ્તી કંઈ ના કરી શકી? બાળકો કૂદતાં હતા તો આજુબાજુની દુકાનોમાંથી ચાદર...ગાદલા...સોફા લાવીને નીચે ઉભા ના રહી શકયા.કંઈ ના મળે તો ચાર લોકોએ ભેગા થઈને ઝીલી તો લેવા હતા. અફસોસ વીડીયો ઉતારવાનો સમય હતો પણ બચાવવાનો સમય ના મળ્યો...તંત્રની સાથે-સાથે આપણી પણ જવાબદારી છે, સહકાર આપવાની..વીડિયો ઉતારવાને બદલે બચાવ કાર્ય વિશે વિચારો.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે પણ પાંચ માળ સુધી પહોંચે એવી સીડી નથી
અમને ગર્વ છે અમારી પાસે વિશ્વની ઉંચી પ્રતિમા લોખંડની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે, પણ તેના કરતાં વધારે દુઃખની વાત એ છે કે પાંચ માળ સુઘી પહોંચી શકે તેવી ફાયરબ્રિગેડ પાસે માત્ર એક લોખંડની સીડી નથી.

X
સુરત અગ્નિકાંડ સમયની તસવીરસુરત અગ્નિકાંડ સમયની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી