અમદાવાદ / પતિએ પત્નીને દિવાસળી ચાંપી સળગાવી છતા પણ પતિને સજામાંથી મુક્તિ અપાવી

DivyaBhaskar.com

May 15, 2019, 12:52 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

 • બંને વચ્ચે સમાધાન થતા પત્નીએ કોર્ટમાં સજા માફ કરવા અંગેની અરજી કરી હતી
 • 8 વર્ષ પહેલા પતિ અને સાસરિયા નૂરજંહાને કેરોસિન છાટીને સળગાવી હતી

અમદાવાદ: અમદાવાદની એક પરિણિતાને 8 વર્ષ પહેલા તેના પતિ અને સાસરિયાઓએ ભેગા મળી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિણિતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ આખો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે પરિણિતાએ આ કેસમાં હવે તેના પતિને બચાવવા માટે અરજી કરી હતી. કોર્ટે પણ આ કેસમાં હવે આરોપી પતિની સજા માફ કરી છે. પતિ-પત્નીના ઝઘડામાં આખરે સમાધાન થતા તેમના પરિચિતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

અમદાવાદની નૂરજંહા કચોટ 8 વર્ષ પહેલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી તેનું કારણ એવું હતું કે સાસરિયા ભેગા મળીને તેના પર કેરોસિન છાંટ્યું અને ખુદ તેના પતિએ દિવાસળી ચાંપી દીધી હતી. આ બનાવમાં નૂરજંહા કચોટ ગંભીર રીતે દાઝી હતી. સળગતી હાલમાં નૂરજંહા બુમો પાડી રહી હતી ત્યારે આસપાસના લોકો ત્યાં પહોંચીને તેને બચાવી હતી. ત્યારબાદ નૂરજંહાએ એની એક બાળકી સાથે ન્યાય મેળવવા માટે કોર્ટના સતત ચક્કર લગાવ્યા હતા. પોતાની સાથે બનેલી ઘટના તેણે અવાર-નવાર કોર્ટમાં જણાવી હતી. કોર્ટમાં આપેલા નિવેદનના આધારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વર્ષ 2013માં તેના પતિને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

જે બાદ એક બાળકીની માતા નૂરજહાંએ ન્યાય મેળવવા કોર્ટમાં પોતાની સાથે થયેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું. આરોપી પતિને ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. 6 વર્ષ બાદ હાઈકોર્ટમાં તેમના કેસની સુનાવણી થતા નૂરજહાંએ કોર્ટમાં તેના પતિને માફ કરી દેવા માટે અરજી કરી હતી. નૂરજહાંએ કહ્યું હતું કે હવે બંને ખૂબ જ સુખી અને આનંદથી પારિવારીક જીવન જીવીએ છીએ ત્યારે કોર્ટે હવે આ કેસમાં માફી આપી દેવી જોઈએ. ત્યારબાદ ગુજરાત સરકારે પણ બંને વચ્ચે સમાધાન થવા અંગે કોઈ વાંધો ન ઉઠાવતા તેની બાકીની સજાને માફ કરી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી