સપાટો / અમદાવાદ DRIએ ગેરકાયદે ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડ ઝડપ્યું, એકની ધરપકડ

ahmedabad DRI arrested one accused for importing illegal Chinese drone camera

  • પાકિસ્તાનથી અને મ્યાનમારથી અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ડ્રોન ઈમ્પોર્ટ કરાતા હતા
  • 86 ચાઈનીઝ ડ્રોન સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

DivyaBhaskar.com

May 16, 2019, 05:04 PM IST

અમદાવાદ: અમદાવાદમાંથી ગેરકાયદેસર ચાઈનીઝ ડ્રોન કેમેરા ઈમ્પોર્ચ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ DRIની (ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ) ટીમે અમદાવાદના એક વેપારીની ધરપકડ કરી છે. અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતના ગેરકાયદે રીતે ઈમ્પોર્ટ કરાતા 86 ડ્રોન કેમેરા કબ્જે કર્યા છે. પાકિસ્તાન અને મ્યાનમારથી ગેરકાયદેસર રીતે આ ચાઈનીઝ ડ્રોન ભારત ઈમ્પોર્ટ કરાતા હતા. DRIએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

X
ahmedabad DRI arrested one accused for importing illegal Chinese drone camera
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી