દહેજ / સરસ્વતિ ટાઉનશીપમાં સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલાં યુવાનનું ડૂબી જતાં મોત

divyabhaskar.com

May 16, 2019, 08:35 PM IST
A young man drowning in a swimming pool in Sarasvati Township in dahej

  • દહેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

ભરૂચઃ દહેજમાં આવેલી રિલાયન્સ કોલોની સરસ્વતિ ટાઉનશીપ ખાતે રહેતો અને રિલાયન્સ કંપનીમાં એપ્રેન્ટીસ કરતો એક યુવાન ટાઉનશીપના સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયો હતો. દરમિયાન કોઇ કારણસર તે સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો હતો.

મૂળ રાજસ્થાનનો અંકુર સોમદેવ ગર્ગ દહેજ ખાતે આવેલી રિલાયન્સ કંપનીમં એપ્રેન્ટીસ તરીકે નોકરી કરી રહ્યો હતો. તે દહેજ ખાતે જ આવેલી રિલાયન્સ કોલોની સરસ્વતિ ટાઉનશીપ ખાતે રહેતો હતો. દરમિયાન આજે ગુરૂવારે તે ટાઉનશીપમાં આવેલાં સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયો હતો. તે સ્વિમિંગ પુલમાં ન્હાઇ રહ્યો હતો તે વેળાએ કોઇ કારણસર તે અચાનક સ્વિમિંગ પુલમાં ડૂબવા લાગ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધીને મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

X
A young man drowning in a swimming pool in Sarasvati Township in dahej
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી