પાણીનો હાહાકાર: માત્ર 3 મહિનામાં પાણીની 5900 ફરિયાદો, અરવલ્લીમાં સૌથી વધુ ફરિયાદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષમાં પાણી સમસ્યાની 5841 ફરિયાદો નોંધાઇ હતી

અમદાવાદ: ગુજરાતમાં લોકોની પીવાના પાણી માટે પુરવઠા વિભાગના હેલ્પ લાઇન નંબર 1916 પર ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. માત્ર 3 મહિનામાં હેલ્પ લાઇન નંબર પર અંદાજિત 5900 ફરિયાદો થઇ છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષના આંકડા કરતા પણ વધારે છે. 5 વર્ષમાં પાણી સમસ્યાની 5841 ફરિયાદો નોંધાઇ હતી. 

લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. પુરવઠા વિભાગના હેલ્પ લાઇન નંબર પર વારંવાર રજૂઆત કર્યા બાદ પણ પુરતુ પાણી મળતું નથી. તંત્ર દ્વારા હજુ પણ પાણી માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં ના આવતા લોકો ગંદુ પાણી પીવા માટે પણ મજબૂર બન્યા છે. રાજ્યમાં અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ પાણીની 1467 ફરિયાદો થઇ છે જ્યારે કચ્છમાં 297 ફરિયાદો થઇ હતી જેમાથી હજુ 32 ફરિયાદોનો નિકાલ આવ્યો નથી. 
અન્ય જિલ્લાઓમાં થયેલી પાણીની ફરિયાદો
અરવલ્લી: 1467 
નવસારી: 496
સુરેન્દ્રનગર: 397 
આણંદ: 328 
છોટાઉદેપુર: 128 
પંચમહાલ: 155 
ભરૂચ: 151