વડોદરાના પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં આજથી બે દિવસ સુધી પાણી કાપ, 5 લાખ લોકોને પાણી નહીં મળે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિમેટામાં સફાઇને પગલે બે દિવસ 6 ટાંકી અને બુસ્ટરોમાં કાપ

વડોદરાઃ છેલ્લા 4 મહિનાથી ગંદા પાણીનો સામનો કરી રહેલા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સ્થાનિક નાગરીકો હજુ પણ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. નિમેટા પ્લાન્ટ નંબર 2ના અંડર ગ્રાઉન્ડ સંપની સફાઇની કામગીરીના આજે અને આવતીકાલે પાણી કાપનો સામનો રહીશોએ કરવો પડશે.

ગંદા પાણીના મૂળીયા શોધવા માટે પાલિકા તંત્રના ધમપછાડા
ગંદા પાણીના મૂળીયા શોધવા માટે પાલિકાનું તંત્ર ધમપછાડા કરી રહ્યું છે. હવે નિમેટા પ્લાન્ટ નંબર 2ના અંડરગ્રાઉન્ડ સંપની સફાઇની કામગીરીના કારણે આજે મંગળવારે સાંજે અને બુધવારે સવારે પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં પાણીકાપ મૂકાયો છે. આ કામગીરી આજે કરવાની હોવાથી ગાજરાવાડી, નાલંદા, બાપોદ, કપૂરાઇ, તરસાલી અને જીઆઇડીસી ટાંકી તેમજ મકરપુરા બુસ્ટર, સોમા તળાવ બુસ્ટરમાંથી પાણી મેળવતા વિસ્તારોને આજે સાંજે પાણી વિતરણ કરાશે નહીં. તા.22મીએ સવારે જાંબુવા, જીઆઇડીસી ગાજરાવાડી, તરસાલી, બાપોદ ટાંકી અને મકરપુરા તેમજ દંતેશ્વર બુસ્ટરમાંથી પાણી મેળવતા રહીશોને પાણી મળશે નહીં. જેની અસર આજવા રોડ, પાણીગેટ, માંજલપુર અને સયાજીપુરા ટાંકી વિસ્તારમાં પણ રહેશે.

નાલંદા સંપનો જર્જરિત સ્લેબ તોડી નવો શેડ કરાશે
નાલંદા ટાંકી વિસ્તારમાં આવેલા બે નંબરના સંપનો સ્લેબ તૂટી ગયેલી હાલતમાં છે. તેને સંપૂર્ણ રીતે તોડી પાડીને તેની સફાઇ કરવામાં આવશે. આ સંપ પર ફાઇબરનો નવો સેલ્બ ઉભો કરવામાં આવશે.

ગાજરાવાડી ભૂગર્ભ ટાંકીમાં ઉતરવા સીડી નથી
ગાજરાવાડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ઉતરાવા માટે સીડી જ બનાવામાં આવી ના હોવાનું બહાર આવ્યું છે. જોકે સફાઇ માટે અંદર ઉતરા માટે લોખંડની સીડી મૂકીને ઉતરવામાં આવશે અને સફાઇ કરવામાં આવશે.