તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતરના ઇન્દ્રવર્ણા ગામે જૂની અદાવતમાં ધિંગાણું, 1નું મોત: ગામમાં ભારેલો અગ્નિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરઘોડાની અદાવતમાં દરબાર-ઠાકોર સમાજ વચ્ચેની 1 વર્ષની અદાવતમાં લોહી રેડાયું
  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : મૃતકની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઊમટી પડ્યા

માતર: માતર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે રવિવારની મોડી રાત્રે દરબાર અને ઠાકોર સમાજના 2 પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું. જેમાં સામસામે લાકડીઓથી હુમલો કર્યો હતો. જેમાં એક વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બન્ને પક્ષના 7 વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ ઘટનાના પગલે પોલીસ કાફલો ગામમાં પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 
આ અંગે ઇન્દ્રવર્ણા ગામના હર્ષદભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતા રમતુભાઈ સોલંકી તથા ભાઈઓ ખેતરમાં રવિવારની સવારે ડાંગરના પાકમાં પાણી વાળવા ગયાં હતાં. જેઓ સાંજના 7-30 વાગ્યાના સુમારે અમે બધા પરત ઘરે આવી રહ્યાં હતાં. તે સમયે બળીયાદેવ મંદિર પાસેથી પસાર થતા સમયે ગામના કેસરીસિંહ ધીરૂભાઈ જાદવ, વિક્રમભાઈ ધીરૂભાઈ જાદવ, નટુભાઈ ભીખુભાઈ જાદવ, રમેશભાઈ ભુરાભાઈ જાદવ એકદમ લાકડીઓ લઇને આવી પહોંચ્યાં હતાં. તેમની સાથે છેલ્લા 2-3 વર્ષથી વરઘોડા બાબતે અદાવત ચાલતી હોવાથી ચારેય જણાએ મારા પિતાજી રમતુભાઈ સોલંકી પર લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં અમે વચ્ચે પડતાં અન્ય લોકો પણ દોડી આવ્યાં હતાં અમારા પર હુમલો કર્યો હતો. 
આ હુમલામાં રમતુભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતાં બેભાન થઇ ગયાં હતાં. જેમને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. બનાવની જાણ થતાં લીંબાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, તે પહેલા બન્ને પક્ષે 7 વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે ગામમાં ભારે તંગદિલી વ્યાપી હતી. મામલો ગંભીર બનતા જિલ્લામાંથી વધુ પોલીસ બંદોબસ્ત બોલાવ્યો હતો. બીજા દિવસે મૃતક રમતુભાઈની અંતિમવિધિ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. હાલ આ મુદ્દે ગામમાં ભારેલો અગ્નિ છે. જ્યારે પોલીસે બન્ને પક્ષો મળી કુલ 24 વ્યક્તિ ગામે ગુનો નોંધ્યો હતો. 

મૃતકના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઈ
ઇન્દ્રવર્ણાના રમેશભાઈ જાદવે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારના સાંજના 7-30 વાગ્યાના સુમારે ગામના ઠાકોર જ્ઞાતિના રમતુભાઈ દેસાઇભાઈ તથા તેમનો દીકરો હર્ષદભાઈ, રમેશભાઈ, સંજયભાઈ વિગેરે અમારા ઘર પાસેથી પસાર થતા હતાં. અમારે છેલ્લા 1 વર્ષ ઉપરથી વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવત રાખી તે વખતે દરબાર જ્ઞાતિના ઘનશ્યામભાઈ રાવલ તેમના પક્ષમાં જતા રહ્યા હોવાથી તેમની અદાવત રાખી ઘર પાસે અપશબ્દો બોલતાં હતાં. જે બાબતે ઝઘડો થતાં દસેક વ્યક્તિએ લાકડાથી અમારા પર હુમલો કર્યો હતો.

વારંવાર થતા ઝઘડાના કારણે વરઘોડા પ્રથા બંધ કરાઇ
ઇન્દ્રવર્ણા ગામે છેલ્લા કેટલાક વરસોથી વિવિધ સમાજના વરઘોડા દરમિયાન નાના મોટા છમકલાં થવા અને ઝઘડા થવાના કારણે કાયદો વ્યવસ્થા ડહોળાઇ છે. જેથી, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જ વરઘોડા પર પ્રતિબંધ મુક્યો છે. જોકે, રવિવારના રોજ ઠાકોર અને દરબારો વચ્ચે થયેલા ઝઘડામાં ચૂંટણી અદાવતની પણ ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે સામસામે 24 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
કેસરીસિંહ ધીરૂભાઈ જાદવ, વિક્રમસિંહ ધીરૂભાઈ જાદવ, નટુ ભીખાભાઈ જાદવ, રમેશ ભુરાભાઈ જાદવ, માધવસિંહ ધીરૂભાઈ જાદવ, લાલજી કાળુભાઈ જાદવ, તખતસિંહ બબુભાઈ જાદવ, ગીરીશ વજેસિંહ જાદવ, ભારત  ભુરાભાઈ જાદવ, પકા જશુભાઈ જાદવ, જગદીશ રમેશભાઈ જાદવ, પ્રતાપ બચુભાઈ જાદવ, ચંદુ ફતેસિંહ જાદવ, પ્રવિણ રણજીતભાઈ જાદવ. સામે હત્યાનો ગુનો  નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે હર્ષદ રમતુભાઈ સોલંકી, રમેશ રમતુભાઈ સોલંકી, સંજય સોમાભાઈ સોલંકી,રાજેન્દ્ર ઘનશ્યામભાઈ રાવલ, મુન્ના ઘનશ્યામભાઈ રાવલ, અફશી ભાથીભાઈ વાઘેલા, રાજુ પારસિંગભાઈ સોલંકી, રાવજી વાઘજીભાઈ ઠાકોર, જગદીશ સોમાભાઈ પરમાર, ભુરા વિનુભાઈ ઠાકોર સામે ગુનો નોંધાયો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો