તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઘોરી આશ્રમના મહંતનું પોલીસ કસ્ટડીમાં મોત, પોલીસે મારમાર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 27 ડિસેમ્બરે અઘોરી આશ્રમના મહંત માનસિંહ રાઠોડની અટકાયત કરી હતી
  • ગઇકાલે રાત્રે પોલીસ કસ્ટડીમાં મહંતનું મોત નિપજ્યું છે
  • મહંત માનસિંહ રાઠોડને પીએમ અર્થે અમદાવાદ સિવિલમાં લઇ જવાયા છે

ખેડા: ખેડાના અઘોરી આશ્રમના મહંતનું ગઇકાલે પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. પરિવારે મહંતને પોલીસ કસ્ટડીમાં મારમાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહંત માનસિંહને કસ્ટડીમાં યોગ્ય દવાઓ ન મળવાના કારણે તેમનું મોત થયું છે. હાલમાં મહંતના મૃતદેહને પીએમ અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયો છે. ગત 26મી ડિસેમ્બરે કનીજ ગામના અઘોરી આશ્રમમાં કેટલાક અજાણ્યા શખ્સોએ બહાદુર સિંહ જાદવ નામના શખ્સની હત્યા કરી હતી. ઘટના બાદ મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યા કેસમાં પોલીસે 27 ડિસેમ્બરે અઘોરી આશ્રમના મહંત માનસિંહ રાઠોડની અટકાયત કરી હતી. 

શું કારણથી મહંતની અટકાયત થઇ હતી? 
કનીજ ગામની સીમમાં મેશ્વો નદીના કિનારે અઘોરી મહારાજનો આશ્રમ છે. જેમા ગામના જ માનસિંહ ચંન્દ્રસિંહ રાઠોડ ઉર્ફે બાપુ ઉર્ફે દાદ સેવાપુજા કરે છે. ગુરૂવારે રાત્રે ગામમાં રહેતા મુકેશકુમાર તેજસિંહ યાદવ, આશ્રમ સાચવતા બાપુનો દીકરો મહેન્દ્રસિંહ માનસિંહ રાઠોડ, સંજય ભીમાભાઇ ભોઇ તથા ગામમાં રહેતા બહાદુરસિંહ બળવંતસિંહ જાદવ આશ્રમમાં સૂઇ રહ્યા હતા. રાત્રિના સમયે કોઇ અજાણ્યા શખ્સો આશ્રમ ઉપર આવ્યા હતા અને સંજયભાઇ અને મહેન્દ્રસિંહને લાકડાના ડંડાથી માર માર્યો હતો, જ્યારે બહાદુરસિંહને કાનના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યાના મામલે પોલીસે મહંત સહિત 8 શખ્સોની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન માનસિંહનો પુત્ર મહેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાની કબુલાત કરી હતી. મહેન્દ્રસિંહ રાઠોડે બહાદુરસિંહના માથામાં ધારિયાથી તિક્ષ્ણ ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં હત્યા કર્યાની શંકા ન જાય તે માટે પોતાના શરીરે પણ ઇજા કરી અને અજાણ્યા શખ્સોએ હુમલો કરીને હત્યા કરી હોવાની વાર્તા ઘડી કાઢી હતી.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો