તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુરના ભીંડા તલાવડી વિસ્તારના બાળકો નદી પાર કરીને સ્કૂલે જાય છે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોને ખભે બેસાડીને શાળાએ મૂકવા જવું પડે છે - Divya Bhaskar
બાળકોને ખભે બેસાડીને શાળાએ મૂકવા જવું પડે છે

સંતરામપુરઃ શહેરમાં આવેલા ભીંડા તલાવડી વિસ્તારમાં આશરે 50 જેટલા બાળકો નદીમાં ઉતરીને અભ્યાસ કરવા આવે છે. સંતરામપુર નગરમાં આવેલી ભીંડા તલાવડી પાસે નાયકા અને ડામોર પરિવાર બંને વર્ષોથી વસવાટ કરે છે. આશરે દોઢસોથી બસ્સો જેટલા મકાનો પણ આવેલા છે. સંખ્યાબંધ પરિવારો ત્યાં વસવાટ કરે છે. ભીંડા તલાવડી વિસ્તારમાંથી 50 જેટલા બાળકો સંતરામપુરની સંત પ્રાથમિક શાળામાં નદીમાં ઉતરીને જીવના જોખમે આ બાળકો આવતા હોય છે.

પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માગ
કેટલીક વાર તો વધારે પાણી આવવાથી બાળકો પ્રાથમિક શાળામાં જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ પણ બગાડતો હોય છે. આ બાબતની સ્થાનિક રહીશોએ વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. કેટલીકવાર તો વાલીઓ પોતાના બાળકોને પોતાના ખભા પર નદી પાર કરાવી ને શાળામાં મોકલતા હોય છે. જીવના જોખમે ચોમાસા દરમિયાન બાળકો અભ્યાસ કરવા જતા હોય છે અને ગંભીરતાને બાબતે છે કે વધારે પાણી આવવાથી બજારમાં જવા માટે ડુંગરે ચડીને ઊતરીને જવું પડતું હોય છે. ત્યારે સ્થાનિકો એ સરકારને પ્રાથમિક સુવિધા પૂરી પાડે તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...