તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ મેળવવુ છે ? તો નદી ઓળંગો, પાલિકાની હદમાં આવેલા ભીંડા ફળિયાના લોકો ચોમાસામાં બેહાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 50 જેટલા બાળકો સંતરામપુરની સંત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે : પાણી વધી જતાં બાળકોનો અભ્યાસ બગડે છે

સંતરામપુર: સંતરામપુર પાલિકાની હદમાં આવેલા ભીંડા તલાવડી વિસ્તારના રહીશોને દર ચોમાસે કફોડી સ્થિતિમાં મુકાવાનો વારો આવે છે. ચોમાસામાં નગરમા઼થી પસાર થતી ચીબોટા નદી બે કાંઠે આવતાં બાળકોને ફરજિયાત નદી ઓળંગીને જીવના જોખમે ભણવા જવાનો વારો આવે છે. રહિશોની બ્રિજ બનાવવાની માગણી વર્ષોથી ન ઉકેલાતાં લોકોમાં રોષ ફેલાયો છે. 

સંતરામપુર નગરમાં આવેલી ભીંડા તલાવડી પાસે નાયકા અને ડામોર પરિવાર બંને વર્ષોથી આ વિસ્તારની અંદર આ બંને પરિવારો વસવાટ કરે છે આશરે દોઢસોથી બસ્સો જેટલા મકાનો પણ આવેલા છે સંખ્યાબંધ પરિવારો ત્યાં વસવાટ કરે છે.ભીંડા તલાવડી વિસ્તારમાંથી 50 જેટલા બાળકો સંતરામપુરની સંત પ્રાથમિક શાળામાં નદી માં ઉતરીને જીવના જોખમે આ બાળકો આવતા હોય છે કેટલીકવાર તો વધારે પાણી આવવાથી બાળકો પ્રાથમિક શાળામાં જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ પણ બગાડતો હોય છે.

આ બાબતની સ્થાનિક રહીશોએ વારંવાર બ્રીજ બનાવવા માટેની વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આ આ વિસ્તારના રહીશોની માંગી હતી કેટલીકવાર તો વાલીઓ પોતાના બાળકોને પોતાના ખભા પર નદી પાર કરાવી ને શાળામાં મોકલતા હોય છે જીવના જોખમે ચોમાસા દરમિયાન બાળકો અભ્યાસ કરવા જતા હોય છે અને ગંભીરતાને બાબતે છે કે, વધારે પાણી આવવાથી બજારમાં જવા માટે ડુંગરે ચડીને ઊતરીને જવું પડતું હોય છે.  આ બધા તમારા વિસ્તારના રહીશોની ગંભીર સમસ્યા ઊભી થયેલી છે ભીંડા તલાવડી થી સંત પ્રાથમિક શાળામાં આવવા માટે ચીબોટા નદી ઉતરીને પસાર કરીને આવવું પડતું હોય છે ભીંડા તલાવડી ના વિસ્તારના તમામ રહીશોની માંગી કે દીપ અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી તેમની રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...