તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડાની દફનવિધિ બાદ મેડિકલ વેસ્ટ સ્થળ પર ખુલ્લામાં વેરવિખેર પડ્યો રહ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સંતરામપુરમાં 5 ઘોડાને ગ્લેન્ડરનાં લક્ષણ મળતાં મારી નાંખવામાં આવ્યા
 • ઘોડાની દફનવીધી કરી તે જગ્યા પર પ્લાસ્ટર-ફેન્સિંગ કરો નહીં તો મામલતદાર કચેરી પહોંચીશું : સ્થાનિક રહીશો
 • સ્થળ પર કેમિકલ નાંખી યોગ્ય કામગીરી હાથ ધરી છે, ચિંતાની વાત નથી : મામલતદાર

સંતરામપુર: સંતરામપુર નગરમાં પાંચ ઘોડાઓમાં ગ્લેન્ડરના લક્ષણો દેખાતા રિપોર્ટ પોઝિટિવ આવતા પાંચ ઘોડાને નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાના નટવા ગામે પાંચ ઘોડાને લઈને વહીવટીતંત્ર દફનવિધિ કરવા ગયા હતા પરંતુ ગામના લોકોએ વિરોધ સાથે અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરીને દફનવિધિ કરવાની ના પાડવામાં આવી હતી. પરંતુ રાતોરાત તમામ વહીવટી તંત્ર સંતરામપુરના નગરપાલિકાની હદમાં વોર્ડ નંબર એકમાં જૂના તળાવ પાસે અને કુરેટા નજીક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 
વહીવટી તંત્ર કુરેટા નજીક રોડની સાઈડમાં પાંચ ઘોડાને દફનવિધિ કરવામાં આવી હતી. પણ આ કામગીરીમાં બરાબર ના કરાતા ગામના લોકોએ ઘોડાની દફનવિધિનો વિરોધ કર્યો હતો અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અને જણાવ્યુ હતું કે અહીં અમે રહેતા હોય છે અને તેથી આવી ગંભીર બીમારીવાળા ઘોડાને દફનાવવા નહીં જે અમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ જગ્યા પર અમને પૂછ્યા વગર દફનાવેલા છે. વધુમાં દફનવિધિ જગ્યાએ વહીવટી તંત્ર કામગીરી પૂર્ણ કરેલ નથી. મેડીકલ વેસ્ટ બાળવાની જગ્યાએ વિસ્તારમાં હેન્ડ ગ્લોઝ તથા કપડાના ટુકડા વેર વિખેર પડી રહ્યા છે. વધુમાં અમારા પશુઓ આ જગ્યાએ ફરતા હોય છે અને અમારા પશુઓ માટે પણ જોખમ છે. તેથી આ જગ્યા ઉપર ચારે બાજુ ફેન્સી વાયરીંગ અને પ્લાસ્ટર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઊભી થયેલી છે. જો વહીવટીતંત્ર અમારી વાત નહીં માને તો અમે બધા મામલતદાર કચેરી નગરપાલિકામાં આવીશું એવી ગ્રામજનોએ ચીમકી આપેલી છે. એમ જી ચાવડાએ જણાવ્યું હતું કે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડ્યો હોવાની જાણ થતા તેને તાત્કાલિક ભેગો કરીને નાશ કરવા માટે સૂચના અપાઇ છે.

90 દિવસ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે
 કુરેટા નજીક ઘોડાની દફનવિધિ કાયદા નિયમ મુજબ કરવામાં આવેલ છે જાહેર હિતમાં કોઈપણ વ્યક્તિને કોઈ મુશ્કેલી ના પડે એ રીતની કામગીરી કરી છે. વિસ્તારના 176 પશુના સેમ્પલ લેવામાં આવ્યાં છે અને 90 દિવસ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની દરેક જગ્યાએ અમારી ટીમ સાવચેતી માટે કાર્યરત રહેશે. આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. લગ્ન પ્રસંગમાં ઘોડાનો ઓર્ડર પણ લઇ શકે નહીં અને તેનો ઉપયોગ પણ કરી શકાય નહીં. - એમ.જી ચાવડા, પશુપાલક નિયામક મહીસાગર

ગ્રામજનોના જે પ્રશ્નો હશે તેને હલ કરવામાં આવશે
 જૂના તળાવ અને કુરેટા નજીક ઘોડાની દફનવિધિની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોની પશુના ડોક્ટર સાથે વાતચીત કરાવીશું અને જે પ્રશ્નો હશે તેને હલ કરવામાં આવશે. આ ઘોડાની જે કામગીરી કરવામાં આવી તેમાં એ પ્રકારનું કેમિકલ નાખવામાં આવે છે જેનાથી ચાર દિવસમાં માટી બની જાય છે અને જગ્યા ઝીરો થઈ જાય છે. કોઈપણ પ્રકારનો ભય કે રોગ ફેલાઈ એવો પ્રશ્ન ઉભો રહેશે નહીં. ચિંતા જેવી કોઇ વસ્તુ છે જ નહીં. - કે જે વાઘેલા, મામલતદાર, સંતરામપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો