તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં રંગેચંગે નવરાત્રી પર્વનો પ્રારંભ, પહેલાં નોરતે જ વડોદરાના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા - Divya Bhaskar
પહેલા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા
  • દિવસે વરસાદ પડ્યો, સાંજે આયોજકોએ ગ્રાઉન્ડ તૈયાર કર્યું અને રાત્રે ખેલૈયાઓ ઝૂમ્યા

વડોદરાઃ વડોદરા શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ક્યાંક પાંચ ગરબા રમીને ગરબા બંધ કરાયા હતા. તો ક્યાંય ખેલૈયાઓ 3 કલાક મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પહેલાં નોરતાના દિવસે વરસાદ પડ્યો હતો. જોકે સાંજ સુધીમાં આયોજકોએ ગ્રાઉન્ડ તૈયાર કરી દીધા હતા. અને રાત્રે ખેલૈયાઓ પહેલે દિવસથી જ વિવિધ થીમ પર તૈયાર થઈને ગરબે ઘૂમ્યા હતા.
પહેલાં દિવસે જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
યુનાઇટેડ વે ઓફ બરોડા ખાતે ગામઠી થીમ પર 20થી વધુ લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ વર્ષે પેહલીવાર નવલખી મેદાન ખાતે શરૂ થયેલા પેલેસ હેરિટેજ ગરબા ખાતે પહેલા દિવસથી જ યુવાધન ઉમટી પડ્યું હતું. પહેલાં દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને કલાવૃંદોમાં પણ જોશ આવી ગયો હતો.