તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Young Woman Refusing Inter caste Marriage After Family Bonding With Young Man Working In Mall

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોલમાં સાથે કામ કરતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ પરિવારે આંતરજ્ઞાતિય લગ્નનો ઇનકાર કરતાં યુવતી અભયમના શરણે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સમાધાન ન થતાં ઇલોરાપાર્કની યુવતીને સ્વૈચ્છિક સંસ્થામાં આશરો અપાયો

વડોદરાઃ ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને મોલમાં સાથે નોકરી કરતા યુવક સાથે પ્રેમ થયા બાદ બંનેએ લગ્નનો નિર્ણય  કર્યો હતો. જોકે યુવતીના પરિવારે યુવક અન્ય જ્ઞાતિનો હોવાથી લગ્નને મંજૂરી ન આપતાં યુવતીએ આખરે 181 મહિલા હેલ્પ લાઇન અભયમની મદદ મેળવી હતી. પરિવાર અને યુવતી વચ્ચે સમાધાન ન થતાં યુવતીને સ્વૈચ્છિક સંસ્થામાં આશરો અપાયો હતો.

મીરાંને સ્વૈચ્છિક સંસ્થામાં આશરો આપવામાં આવ્યો
ઈલોરાપાર્કમાંથી 20 વર્ષીય યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરી મારો પરિવાર મારી પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની ના પાડે છે. તેથી હું ઘર છોડીને નીકળી જાઉં છું, તેમ જણાવી મદદ કરવા વિનંતી કરતાં અભયમની ટીમ તેની પાસે પહોંચી હતી. ટીમે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મીરાં (નામ બદલ્યું છે) નામની આ યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બારમા ધોરણ પછી અભ્યાસ કરી શકી નહતી અને તેણે મોલમાં નોકરી સ્વીકારી હતી. મીરાં મોલમાં સાથે નોકરી કરતા યુવકના પરિચયમાં આવતાં બંને વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયા હતા. બાદમાં બંનેએ લગ્નનો નિર્ણય કર્યો હતો. મીરાંએ આ વાતની જાણ તેની માતાને કરતાં માતાએ યુવકને ઘેર બોલાવ્યો હતો. જોકે તે વખતે મીરાંના પરિવારને જાણ થઇ હતી કે, યુવકની જ્ઞાતિ અલગ છે. જેથી પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો. પરિવારે મીરાંની નોકરી છોડાવી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેને ત્રાસ અપાતાં મીરાં ઘર છોડીને નીકળી ગઇ હતી. અભયમની ટીમે મીરાંના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પરિવારે લગ્નને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. જેથી મીરાંએ પણ ઘરમાં રહેવાનો ઇન્કાર કર્યો હતો. બંને મક્કમ રહેતાં આખરે મીરાંને સ્વૈચ્છિક સંસ્થામાં આશરો આપ્યો હતો.

યુવતી મોબાઇલ ફોનથી યુવકના સંપર્કમાં રહેતી
પરિવારે મીરાંને નોકરી છોડાવી દઇ તેને નજરકેદ કરી લીધી હતી અને તેની પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારાતો હતો. જોકે  મીરાં યુવક સાથે લગ્ન કરવા મક્કમ હોવાથી તેનો મોબાઇલ પર સંપર્ક કરતી હતી. જોકે પરિવારના સભ્યોને તેની જાણ થઇ જતાં તેને માર મારવામાં આવ્યો હતો. આખરે તે ઘર છોડી નીકળી ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો