સગીરાના નગ્ન ફોટા ઇનસ્ટાગ્રામ પર અપલોડ કરનાર રોમીયોની પોલીસે ધરપકડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધો.10માં બન્ને એક જ ટ્યુશન ક્લાસમાં ભણતા હોવાથી પરિચયમાં આવ્યાં હતા
  • યુવકને એક તરફી પ્રેમ થતાં યુવતીને પ્રેમ સંબંધ બાંધવા સતત દબાણ કરતો હતો
  • જો પ્રેમ સંબંધ નહીં રાખે તો જાતે બ્લેડ મારી આપઘાત કરવાની ધમકી આપતો હતો

વડોદરા: ગોત્રી વિસ્તારમાં રહેતા યુવકે સગીરા સાથે બળજબરી પ્રેમ સંબંધો બાંધ્યા હતા. યુવક સગીરાને મળવાના બહાને પોતાના ઘરે બોલાવી અવાર-નવાર શારીરીક સુખ માણતો હતો. તેમજ સગીરાના નગ્ન ફોટા પોતાના મોબાઇલમાં કેદ કરી લેતો હતો. જોકે એક તબક્કે સગીરાએ શારીરીક સંબંધો બાંધવાની ના પાડતા યુવકે તેણીના નગ્ન ફોટા ઇનસ્ટાગ્રામ પર અપલોડ કરી વાયરલ કર્યાં હતા. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધતા ઇનસ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરનાર યુવકની ધરપકડ કરી હતી. 

એક તરફી પ્રેમમાં પાગલ હતો યુવક: બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પી.આઇ વી.આર ખેરએ આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે, ગોત્રી વિસ્તારમાં રહેતા યુવકને તેના ઘર નજીક રહેતી સગીરા સાથે ધો. 10ના ટ્યુશન ક્લાસમાં પરિચય થયો હતો. જોકે યુવક સગીરાના એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. સગીરાને પ્રેમ સંબંઘો બાંધવા માટે જાતે બ્લેડ મારી આપઘાત કરી લેવાની ધમકી આપતો હતો. જેથી ગભરાઇ ગયેલી સગીરાએ પ્રેમ સંબંધ રાખવાની એક તબક્કે મજબૂરીમાં હા પાડી હતી. ત્યારબાદ યુવક મળવાના બહાને સગીરાને અવાર નવાર તેના ઘરે બોલાવી શારીરીક સુખમાણતો અને બાદમાં સગીરાની જાણ બહાર તેના નગ્ન ફોટા મોબાઇલમાં કેદ કરી લેતો હતો. 

4 દિવસ પહેલા જ નગ્ન ફોટા ઇનસ્ટાગ્રામ પર અપલોડ કર્યા: વધુમાં તેઓએ જણાવ્યું કે, યુવકની આ પ્રકારની હરકતોથી ત્રાસેલી સગીરાએ શારીરીક સંબંધો બાંધવાની ના પાડી હતી. જેથી યુવકે પોતાના મોબાઇલમાં ફોનમાં કેદ કરેલા સગીરાના નગ્ન ફોટા અંદાજીત ચાર દિવસ પહેલા ઇનસ્ટાગ્રામ ઉપર અપલોડ કરી દીધા હતા. જોકે બાબતની જાણ સગીરાના ભાઇને થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યુવક સામે દુષ્કર્મ તેમજ આઇ.ટી એક્ટનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.