તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થશે, 40 હજાર હાર્ટ હીરો તૈયાર કરવાનો લક્ષ્યાંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર આવેલી રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી હોસ્પિટલ દ્વાર 100 હાર્ટ હીરોને કાર્ડીયો પલ્મોટરી રીસટીટેશન(સી.પી.આર.)ની તાલીમ આપવાનું શરૂ કરશે. હોસ્પિટલ દ્વારા વડોદરા શહેર-જિલ્લામાં 40,000 હાર્ટ હીરો તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.


હોસ્પિટલના સી.ઓ.ઓ. પુષ્પેન્દ્રસિંહ સિકરવારે જણાવ્યું હતું કે, હાર્ટ એટેકની બિમારીનો રેસીયો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે હોસ્પિટલ દ્વારા હાર્ટ એટેકના મૃત્યુનો આંક ઘટાડી શકાય અને લોકો જાગૃત થાય તે માટે હોસ્પિટલ દ્વારા સ્કૂલ, કોલેજ, સામાજિક સંસ્થાઓ જેવા ક્ષેત્રોમાંથી 100 યુવાનો-યુવતીઓને તૈયાર કરે છે. જેનું નામ હાર્ટ હીરો આપવામાં આવ્યું છે. આ હાર્ટ હીરોને હાર્ટનો હુમલો આવતા દર્દીને પ્રાથમિક સારવાર આપીને કેવી રીતે બચાવી શકાય તેની તાલીમ 29 સપ્ટેમ્બર રવિવારે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે આપવામાં આવશે. આ 100 હાર્ટ હીરો બીજા યુવાનો અને યુવતીઓને તાલીમ આપશે. આમ હોસ્પિટલ દ્વારા 40 હજાર હાર્ટ હીરો તૈયાર કરવાનું લક્ષ્યાંક છે.


કાર્ડિયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠે જણાવ્યું હતું કે, હ્રદય રોગની બિમારી ચિંતાજનક રીતે વધી રહી છે. ભારતમાં 40 ટકાથી વધુ દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો હ્રદય રોગનો ભોગ બની રહ્યા છે. અમેરીકા અને યુરોપના દેશો કરતા ભારતીયોમાં 10 ટકા વધુ હ્રદય રોગનો ભોગ બને છે. ત્યારે જો લોકોને સમયસર જાગૃત કરવામાં આવે તો ચોક્કસપણે હ્રદય રોગના હુમલાથી બચાવી શકાય છે.


હોસ્પિટલના ડિરેક્ટર ડો. નિરવ ભાલાણીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા હ્રદય રોગની બિમારી લઇને આવતા દર્દીઓને બચાવવાનું કામ કરે છે. પરંતુ, લોકોમાં હ્રદય રોગની બિમારી પૂર્વે સાવચેતી રાખવાની જાગૃતિ સમાજ દ્વારાજ આવી શકે છે. તે માટે હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હાર્ટ ડેના દિવસે 100 હાર્ટ હિરોને તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્લ્ડ હાર્ટ ડેના દિવસે સ્ટેજ આર્ટીસ્ટો દ્વારા હ્રદય રોગપર આધારીત નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ તેમજ આઇ.ટી.એમ. યુનિવર્સના ડીન એ.વી. ગુપ્તા ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...