તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઇની વર્ક પરમીટ ઉપર ગયેલી યુવતીને યુવાને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરાઃ દુબઇની વર્ક પરમીટ ઉપર ગયેલી વડોદરા શહેરની યુવતીને ગામડાના યુવાને લગ્ન કરવાની ખાત્રી આપી પરત બોલાવી હતી. ભારત પરત ફરેલી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાસના સંતોષ્યા બાદ યુવાને લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. 
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી સંગીતા (નામ બદલ્યું છે) અને સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના મનિષ પટેલ વચ્ચે એક વર્ષ પહેલાં પ્રેમ સબંધ બંધાયો હતો. દરમિયાન કવિતા ઓક્ટોબર-18માં બે વર્ષના વર્ક પરમીટ લઇને દુબઇ નોકરી કરવા માટે ગઇ હતી. સંગીતા દુબઇ ગયા બાદ મનિષ અવાર-નવાર ફોન કરીને સંગીતાને ભારત પરત આવી જવા માટે દબાણ કરતો હતો. અને જણાવતો હતો કે, મારી ઉંમર થઇ ગઇ છે. મારા પરિવારજનો મારા લગ્ન કરવા માટે દબાણ કરે છે. આથી તું પરત આવી જા. સંગીતા મનિષ ઉપર વિશ્વાસ મૂકીને 19-4-019ના રોજ દુબઇથી પરત આવી ગઇ હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરેલી સંગીતાને મનિષ અમદાવાદ લેવા માટે પણ ગયો હતો.
સંગીતા વડોદરા આવી ગયા બાદ મનિષ સંગીતાને લગ્નના નામે અવાર-નવાર દુષ્કર્મ આચરતો હતો. સંગીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મનિષ વેમાલીમાં રહેતા તેના મિત્ર દીપક સુથારના બંધ મકાનમાં લઇ જઇ ત્રણ વખત અને હાલોલમાં રહેતા તેના ભાઇ રોનક પટેલ તેમજ સાંઢાસાલ ગામે પોતાના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. સંગીતા શારીરીક સબંધ બાંધવાનો ઇન્કાર કરતી ત્યારે મનિષ જણાવતો હતો કે, આપણે લગ્ન કરવાના જ છીએ. તો પછી શું વાંધો છે. તેમ જણાવી દુષ્કર્મ આચરતો હતો. 
લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર મનિષ પટેલને લગ્ન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ મનિષ બહાના કાઢીને લગ્નની વાત ટાળતો હતો. અવાર-નવાર મનિષ લગ્ન કરવા માટે બહાના બતાવતો હોવાથી મારા પરિવારજનો મનિષના ઘરે લગ્ન કરવાની વાત કરવા માટે ગયા હતા. ત્યારે મનિષના પરિવારજનોએ દહેજની માંગણી કરી હતી. જે દહેજ મારા પરિવારજનો આપી શકે તેમ ન હતા. જેથી મનિષ પટેલ સામે 9-10-019ના રોજ ફતેગંજ પોલીસ મથકમાં અરજી આપી હતી. જે અરજી ફતેગંજ પોલીસે સમા પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી. અને સમા પોલીસે આ અરજી તાલુકા પોલીસ મથકમાં મોકલી આપી હતી. તાલુકા પોલીસે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર મનિષ પ્રવિણભાઇ પટેલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો