તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના જોધપુરા ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. જોકે, 108 પહોંચે તે પહેલાં જ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. 108ના કર્મીઓએ પહોંચી માતા અને બાળકોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ ત્રણેયની હાલત સારી હોવાથી પરિવારજનોએ 108ના કર્મીઓની પ્રશંસનિય કામગીરી માટે આભાર માન્યો હતો.
માતા અને બંને બાળકોની તબિયત સારી
પાવીજેતપુર તાલુકાના જોધપુરા ડુમા ગામે એક મહિલાને પ્રસુતિની પીડાનો દુઃખાવો ઉપાડતા 108 ઇમરજન્સી સેવાને મદદ માટે બોલાવી હતી . 108 ઈમરજન્સી સેવા તેજગઢ ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલાને પ્રસ્તુતિ થઈ ગઈ હતી. જેમાં મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક ફી- મેલ અને એક મેલ બાળક હતું. 108 ઇમરજન્સી સેવાના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન રેખાબેન અને પાયલોટ જગદીશભાઈ રાઠવાએ શિખવાડવામાં આવેલ જ્ઞાનનો ઉપયોગ કરી તરત જ બંને બાળકો તથા માતાને જરૂરી સારવાર આપી હતી. ત્યારબાદ મુવાડા પી.એચ.સી પર દાખલ કર્યા હતા. ફરજ પર હાજર ડોક્ટર પ્રિતેશ દ્વારા જણાવેલ કે બાળક અને માતાની તબિયત સારી છે. 108 ઇમરજન્સી સેવાની શ્રેષ્ઠ કામગીરીથી માતા તથા બાળકનો જીવ બચતા પરિવારજનોએ ધન્યવાદ માન્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.