• Gujarati News
  • National
  • Woman Gives Birth To Baby In Flood Situation In Dhadhar River, NDRF Team Rescues 19 People, Including Infants

ઢાઢર નદીમાં પૂરની સ્થિતિમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો, NDRFની ટીમે નવજાત સહિત 9 લોકોને રેસ્ક્યૂ કર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઢાઢર નદીમાં પૂરની સ્થિતિથી 22 ગામોને એલર્ટ કરાયા છે
  • NDRFની ટીમે વરસતા વરસાદમાં નવજાત બાળક સહિત 9 લોકોનું રેસ્ક્યૂ કર્યું

વડોદરાઃ વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી છે. જેને પગલે 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા સંભોઇ ગામની સીમમાં ફસાયેલા નવજાત બાળક અને તેની માતા સહિત 9 લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યાં હતા.

એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું
ઢાઢર નદીમાં આવેલા પૂરને પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંભોઇ ગામની સીમના કૂવા પર આજે 9 લોકો ફસાયા હતા. જેમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી. અને બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. વરસતા વરસાદમાં નવજાત બાળક અને માતા સહિત તમામ 9 લોકોને રસ્ક્યૂ કર્યાં હતા. એનડીઆરએફની ટીમે 15 દિવસના બાળકને પણ સફળ રીતે રેસ્ક્યૂ કર્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
પ્રસુતા મહિલાને પીડા ઉપડી હોવાની જાણ થતાં કરજણ આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મહિલાને ડિલિવરી કરાવી હતી.

(તસવીરઃ જતીન વ્યાસ કરજણ)