વડોદરા / ક્યાંય પણ ગંદકી દેખાય તો નિકાલ કરાવવા માટે ‘9913166666’ નંબર પર વ્હોટસઅપ કરો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • પાલિકાનો નિર્માલ્યમ નંબર એક્ટિવ, સવારે 10થી સાંજે 6 સુધી ફરિયાદ લેવાશે
  • બે કલાકમાં સફાઈ કરી દેવાનો પાલિકાનો દાવો

Divyabhaskar.com

Dec 05, 2019, 12:16 AM IST

વડોદરાઃ શહેરમાં કચરાની સફાઇ નિયમિત ધોરણે થઇ રહી નથી ત્યારે પાલિકાએ કચરાનો નિકાલ બે કલાકમાં જ કરવાનો દાવો કરીને નિર્માલ્યમ મોબાઇલ નંબર જાહેર કર્યો છે. જોકે, આ ફરિયાદ સવારે 10 થી સાંજના છ વાગ્યા સુધી જ કરી શકાશે.

છ વોર્ડ ઓફિસરોને શો-કોઝ નોટિસ ફટકારી
18 લાખની જનસંખ્યા ધરાવતા શહેરમાંથી રોજનો 1 હજાર મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. ડોર ટુ ડોરના 290 વાહનો થકી પણ કચરાનું કલેકશન કરવામાં આવે છે પરંતુ મોટા ભાગના વિસ્તારમાં ડોર ટુ ડોરની સેવા કથળી ગઇ હોવાનો આક્ષેપ પણ થયો છે અને બુધવારે ડોર ટુ ડોરના વાહનોના કર્મચારીઓએ હડતાળ પાડતા એક કલાક સુધી કચરા વ્યવસ્થાપનની કામગીરી ખોરવાઇ ગઇ હતી. શહેરના તમામ વિસ્તારોમાં કચરાનો નિકાલ યોગ્ય રીતે થતો નથી તેવી ફરિયાદો ઉઠી છે અને મ્યુનિસિપલ કમિશનરે રજા પર ઉતરતા પહેલા છ વોર્ડ ઓફિસરોને શોકોઝ નોટિસ ઇસ્યુ કરી હતી અને બે વોર્ડ ઓફિસરની બદલી પણ કરી હતી તે નોંધનીય છે.

વોટ્સઅપ પર ફોટા મોતલી ફરિયાદ કરી શકાશે
સ્વચ્છ ભારત મિશન અંર્તગત ઘનકચરા કલેકશન સંબંધિત ફરિયાદોના ત્વરિત નિકાલ માટે પાલિકાએ ક્વીક રિસ્પોન્સ ટીમની રચના કરી છે. કચરાનો સમયસર નિકાલ થાય તે માટે શહેરીજનો સવારે 10 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી 9913166666 મોબાઇલ નંબર પર કોલ કરી શકે છે. આ નંબર વ્હોટસઅપ સુવિધા ધરાવે છે અને તેના કારણે નાગરિકો તેમના વિસ્તારની કચરાને લગતી ફરિયાદ મેસેજ મારફતે અને ફોટા સાથે મોકલી શકે છે. આ ફરિયાદ મળ્યેથી પાલિકાની કવીક રિસ્પોન્સ ટીમ બે કલાકમાં જ તેનો નિવેડો લાવશે તેવો દાવો પાલિકાના તંત્ર તરફથી કરવામાં આવ્યો છે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી