તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MS યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું 30.03 ટકા મતદાન, મોડી સાંજ સુધીમાં પરિણામ આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટુડન્ટના આઇકાર્ડની પોલીસ દ્વારા ઝીવણવટભરી તપાસ કરી
  • 43,301 મતદારોમાંથી 13,005 મતદારોએ મતદાન કર્યું
  • ઓછુ મતદાનથી ઉમેદવારો ચિંતીત બન્યા

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. અને 2 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું 30.03 ટકા મતદાન થયું હતું. હાલ મતગણતરી ચાલી રહી છે. અને મોડી સાંજ સુધીમાં પરિણામ આવશે. જી.એસ. અને વી.પી. સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે સ્ટુડન્ટ્સ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતા. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કેમ્પસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે મતદાન ખુબ જ ઓછું થયું હતું.

પૂરને કારણે ઉમેદવારોએ સોશિયલ મીડિયાથી પ્રચાર કર્યો
ભારે વરસાદ અને શહેરમાં આવેલા પૂરના કારણે આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચારનો સમય ન મળતા ઉમેદવારો અને વિવિધ સંગઠનો દ્વારા પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે પણ ઉમેદવારોના ટેકેદારો દ્વારા શોશ્યલ મીડિયા ઉપર પોતાના ઉમેદવારને ચૂંટી લાવવા માટે પ્રચાર પ્રસાર ચાલુ રાખ્યો હતો. ચૂંટણી પ્રચારના સાહિત્યોથી કેમ્પસ ઉભરાઇ ગયું હતું.

એબીવીપી ચૂંટણી રેસમાં ન હોય તેવો માહોલ
આ વખતની ચૂંટણીમાં મુખ્ય હરીફાઇ એન.એસ.યુ.આઇ. અને જય હો ગઠબંધન અને એજીએસજી તેમજ વીવીએસના ગઠબંધન વચ્ચે છે. એ.બી.વી.પી. પણ ચૂંટણી મેદાનમાં છે. પરંતુ કેમ્પસનો માહોલ જોતા એ.બી.વી.પી. ચૂંટણી રેસમાં નથી. આજની ચૂંટણીમાં મતદાન ઓછું થાય તેવો ડર ઉમેદવારોને હતો. જે સાચો પડ્યો હતો.

22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે
યુ.જી.એસ. પદ માટે 7 ઉમેદવારો વર્તમાન વી.પી. સલોની મિશ્રા, ધ્રુવિલ ભાટીયા, રાકેશ જાટ, રાકેશ પંજાબી, હર્ષિલ પારેખ અને મોન્ટુ સાકરીયા મેદાનમાં છે. જ્યારે વી.પી. પદ માટે 5 ઉમેદવારો હિના પાટીદાર, પ્રાચી બારોટ, કક્ષા પટેલ, બિનલ ઠાકોર અને પ્રિન્સી પટેલ મેદાનમાં છે. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીના જી.એસ. અને એફ.આર.ની 22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો