તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં સમર‘રાજ’ ખતમ, ફરી અમીન યુગની શરૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીસીએની ચૂંટણી માટે મતદાન શરૂ - Divya Bhaskar
બીસીએની ચૂંટણી માટે મતદાન શરૂ
  • પૂર્વ ક્રિકેટરોએ પણ પોતાના મતાધિકારનો ઉપગોય કર્યો
  • યેરા શોપિંગ મોલની ડિસ્કાઉન્ટની કૂપનો વેચાતા હોબાળો થયો

વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનના વિવિધ હોદ્દા માટે છ વર્ષ બાદ આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 68.50 ટકા મતદાન થયું છે. અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે. મતદાન સમયે રિવાઇવલ ગૃપ દ્વારા એલેમ્બિક કંપનીના યેરા શોપિંગ મોલની 30 ટકા ડિસ્કાઉન્ટની કૂપનો વેચાતી હતી. જેને પગલે હોબાળો મચી ગયો હતો. અને કૂપનો જપ્ત કરવામાં આવી હતી. અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. બીસીએની ચૂંટણીમાં 31 પદ માટે 73 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થોડાક કલાકમાં જ થઇ જશે.

પ્રથમ વખત બાયોમેટ્રિક સિસ્ટમથી મતદાન
બી.સી.એ.ની ચૂંટણી માટે મતદાન જ્યોતિ ગાર્ડન પાસે આવેલા રામબાગ સંકુલમાં સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. શુક્રવારે સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. પ્રથમ વખત બાયોમેટ્રીક સિસ્ટમ દ્વારા મતદાનની પ્રક્રિયા યોજાઇ હતી. બી.સી.એ.ની ચૂંટણીમાં 31 પોસ્ટ માટે પ્રણવ અમીનની આગેવાનીમાં રિવાઇવલ જૂથ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને સંજય પટેલની આગેવાનીમાં રોયલ જૂથના કુલ 73 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ચૂંટણીમાં મતદાન માટે 2,172 મતદારોમાંથી 1,488 મતદારોએ મતદાન કર્યું હતું. 5 વાગ્યે મતદાન પુર્ણ થયા બાદ મતની ગણતરી કરવામાં આવી હતી.

કોને કેટલા મત મળ્યા?

પદરીવાઇવલ ગ્રુપમતરોયલ ગ્રુપમત
પ્રમુખપ્રણવ અમીન736જતીન વકીલ642
ઉપપ્રમુખશીતલ મહેતા658દીપક નાયકવાડે648
સેક્રેટરીમીનેશ પટેલ577અજીત લેલે719
જો.સેક્રેટરીઅક્ષત પટેલ585પરાગ પટેલ685
ખજાનચીઅજીત પટેલ641અતુલ પરીખ632

ડિસ્કાઉન્ટ કૂપન વેચતા એકની અટકાયત
મતદાન સમયે રિવાઇવલ ગૃપ દ્વારા એલેમ્બિક કંપનીના યેરા શોપિંગ મોલની 30 ટકા ડિસ્કાઉન્ટની કૂપનો વેચાતી હતી. જેને પગલે હોબાળો મચી ગયો હતો. આ કૂપનો જપ્તકરી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. છ વર્ષ બાદ યોજાયેલી બીસીએની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રિવાઇવલ જુથના પ્રણવ અમિનની જાહેરાત કરવામાં આવી હતી. પ્રણવ અમીન 736 વોટ મેળવી વિજયી બન્યા હતા. પરિણામ બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર રિવાઇવલ જુથ અને સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદ પર રોયલ જુથનો દબદબો જોવા મળ્યો હતો.

બે પૂર્વ મહિલા ક્રિકેટરોનું પ્રથમવાર મતદાન
બીસીસીઆઇની સૂચનાથી તાજેતરમાં જ પૂર્વ મહિલા ક્રિકેટરો રાજકુંવર દેવી (ગીતા) ગાયકવાડ અને મંગલા બાબરને  બીસીએનાં સભ્યો બનાવાયા હતાં જેના પગલે બંનેને શુક્વારે બીસીએની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવાની તક મળી હતી.

એલેમ્બિક અને FGIના મત નિર્ણાયક રહ્યા
બીસીએની ચૂંટણીમાં એલેમ્બીકના 360 અને એફ.જી.આઇ.ના 87 મતો ખુબ જ નિર્ણાયક રહ્યા હતા.રોયલ જુથમાંથી સમરજીતસિંહ ગાયકવાડે પોતે ઉમેદવારી કરી ન હતી,પરંતુ જુથનું નેતૃત્વ કર્યું હતું.જેને કારણે જુથનો મુખ્ય બેઠકો પર નિષ્ફળતા મળી હોવાનું અનુમાન છે.રિવાઇવલ જુથના આખરી દિવસોમાં ફોર્મ ન ખેંચાતા અનેક પદ પર એક થી વધારે ઉમેદવારો ઉભા રહ્યા હતા.જેને કારણે તેમને બે પદ પર ફટકો પડ્યો હોવાનું અનુમાન છે.તેની સાથે ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવતા 100 જેટલા ક્લબોની મતદાનમાંથી દુર કરાતા રિવાઇવલ જુથે બે પદ ગુમાવવા પડ્યા છે.

રદ્દ થયેલા મતને કારણે પરિણામ બદલાયું
બીસીએની ચૂંટણીમાં થયેલા મતદાનમાં 100 થી વધું મતો રદ્દ થયા હતા.જેમાં મત આપ્યા બાદ તેને ભુંસી નાંખી બીજાને મત આપ્યો હોવાનું ખુલ્યું હતું.જેના કારણે ચૂંટણી અધિકારીએ આવા મતો રદ્દ બાતલ ઠેરવ્યા હતા. જેમાં એક હોદ્દા માટે તો 78 મત રદ્દ થયા હતા. અને તેમાંથી 77 મત પરાજીત ઉમેદવારને મળ્યા હતા,પરંતુ રદ્દ કરવામાં આવ્યા હતા.બીસીએની ચૂંટણીના પરિણામમાં રદ્દ બાતલ થયેલા મતોએ નિર્ણાયક ભુમિકા ભજવી હતી.

અંશુમન, કિરણ મોરે, બેદાડેએ ઉત્સાહભેર મતદાન કર્યું
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં અંશુમન ગાયકવાડ, કિરણ મોરે અને અતુલ બેદાડે સહિતના પૂર્વ ક્રિકેટરોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પ્રણવ અમીને પણ મતદાન કર્યું હતું. 

82 વર્ષીય મનુભાઈ પટેલે મત આપવા આવ્યા
બીસીએના સભ્ય 82 વર્ષીય મનુભાઈએ મતદાન કર્યું હતું,ઇન્ડિયન એર લાઇન્સના રિટાયર્ડ અધિકારી મનુભાઈએ જણાવ્યું હતું કે બીજી ઓકટોબરે મારાં 83 વર્ષ પૂરાં થશે પણ હજુ પણ સ્વસ્થ છું .બીસીએમાં ક્રિકેટના હિતેચ્છુ જીતે તેવી મારી લાગણી છે.